GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO
તપોવન વાત્સલ્યધામ અંગ્રેજી માધ્યમ સ્કુલમાં હિન્દી દિવસ ઉજવવામાં આવ્યો
તાઃ૧૩/૦૯/૨૦૨૫ ના રોજ તપોવન વાત્સલ્યધામ અંગ્રેજી માધ્યમ સ્કુલમાં(અમિયાપુરમાં) હિન્દી દિવસ ઉજવવામાં આવ્યો.આ પ્રસંગે સ્કૂલનાં બાળકો દ્વારા કવિતા પઠન ,ગીત, વાર્તા પઠન તેમજ હિન્દી ભાષાનું મહત્વ જેવા વિષયો બાળકો દ્વારા રજુ કરવામાં આવ્યાં .સ્કૂલના એજ્યુકેશન ડાયરેકટર સી.ન વ્યાસ સાહેબ પ્રાંસગિક ઉદબોધન કરવામાં આવ્યું.સ્કૂલના શિક્ષક ડૉ.રાધેશ્યામ ઠાકોર દ્વારા વર્તમાન સમયમાં વિશ્વમાં હિન્દી ભાષાનું સ્થાન વિષે બાળકોને માહિતીગાર કર્યા. સ્કૂલના શિક્ષક સરિતા બેન તિવારી તેમજ સીમા બેન દ્વારા કવિતાનું પઠન કરવામાં આવ્યુ. બાળકો ખૂબ સુંદર રીતે કાર્યક્રમ નિહાળ્યો.