અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ઇસરી ગ્રામ પંચાયના સભ્ય દ્વારા કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો, સ્વછતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
ઇસરી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ ઇસરી શામળાજી રોડ પર મોટા પ્રમાણમાં રસ્તાની બાજુમાં કચરો નાખી દેવામાં આવ્યો હતો જેને લઇ રસ્તા પર આજુબાજુ દૂરગન્ધ પ્રસરી રહી હતી જે ઇસરી ગ્રામપંચાયના ના પટેલ છાપરા વોર્ડના સભ્ય ને ધ્યાને આવતા તાત્કાલિક ઘટના સ્થળે પોંહચી જેસીબી દ્વારા સ્વખર્ચ એ કચરાનો નિકાલ કરી માટી નાખવામાં આવી હતી જે એક સભ્ય તરીકે ઉમદા કર્યા કરવામાં આવ્યું હતું જેને સૌ કોઈએ આવકાર્યું હતું. અને સ્વચ્છતા નું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું