પ્રકૃતિ મિત્ર એવોર્ડ મેળવતા ટાકરવાડાના શિક્ષક પાલનપુર તાલુકાની ટાકરવાડા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી નરેશકુમાર ચીમનભાઈ મકવાણા ને પ્રકૃતિ મિત્ર એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો
16 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પ્રકૃતિ મિત્ર એવોર્ડ મેળવતા ટાકરવાડાના શિક્ષક પાલનપુર તાલુકાની ટાકરવાડા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી નરેશકુમાર ચીમનભાઈ મકવાણા ને પ્રકૃતિ મિત્ર એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો. જેમાં અંબાજી ખાતે પર્યાવરણના સાચા મિત્ર બનીને પર્યાવરણની સતત જાળવણી કરતા 18 જિલ્લાઓમાંથી આવેલા 185 જેટલા ખેડૂતો અને શિક્ષકોને પ્રકૃતિ મિત્ર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આધુનિક યુગમાં પૈસા કમાવવા આંધળી દોટ મૂકી ચૂકેલા આજના લોકોએ આપણી પ્રકૃતિને જીવંત નથી રાખી. દેશભરમાં ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન ખૂબજ ચિંતાજનક બન્યો છે. ત્યારે પર્યાવરણની ચિંતા કરી અને પર્યાવરણની સતત જાળવણી કરતા પર્યાવરણના સાચા મિત્ર અને પર્યાવરણ ની જાળવણી
કરનારા 18 જિલ્લામાંથી આવેલા 185 શિક્ષકો અને ખેડૂતોનું આજે અંબાજી ખાતે સન્માન કરવામાં આવ્યું . શ્રી કિશનચંદ ટેકચંદ ખેડબ્રહ્મા પરિવાર, પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાત તેમજ રિહેન એચ. મહેતા વિદ્યાલય માંકડી દ્વારા આ સમગ્ર સન્માન એવોર્ડનું આયોજન કરવામા આવ્યું હતું અંબાજી ગબ્બર નજીક આવેલા ગાયત્રી તીર્થ ખાતે આ વિશેષ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું.