૨જી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિને શ્રધ્ધાજલી આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવેલ છે. સ્વચ્છ ભારત મિશનનાં ૧૧ વર્ષની ઉજવણીના ભાગ રૂપે ” સ્વચ્છતા હી સેવા –૨૦૨૫” અંતર્ગત ” સ્વચ્છોત્સ્વ ” તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવેલ છે.મહાનગર પાલિકા,જુનાગઢ ધ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણની પ્રાધાન્યતાને ધ્યાને રાખી તા.૧૭/૯/૨૦૨૫ થી તા.૦૨/૧૦/૨૦૨૫ સુધી શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.જેની ઉજવણીના ભાગ રૂપે આજે સાંસ્કૃતિક ઉત્સવ તા:૧૭/૦૯/૨૦૨૫ના રોજ સાંજે : ૬ કલાકે શહેરમાં આવેલ બહાઉદ્દીન કોલેજ ખાતે માન.ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા,માન.કમિશનરશ્રી તેજસ પરમાર,ડે.મેયરશ્રી આકાશભાઈ કટારા,સ્થાયી સમિતિ ચેરપર્સનશ્રી પલ્લવીબેન ઠાકર,નાયબ કમિશનરશ્રી ડી.જે.જાડેજા તથા જયેશ પી.વાજા,શહેર ભાજપ પ્રમુખશ્રી ગૌરવભાઈ રૂપારેલીયા,શાસક પક્ષના નેતાશ્રી મનન ભાઈ અભાણી,દંડકશ્રી કલ્પેશભાઈ અજવાણી,સેનિટેશન ચેરમેનશ્રી પુંજાભાઈ સિસોદિયા,પૂર્વ મેયરશ્રી ગીતાબેન મોહનભાઈ પરમાર,જ્યોતિબેન વાછાણી,કોર્પોરેટરશ્રી ભાવનાબેન ટાંક,ઇલાબેન બાલસ,સોનલબેન પનારા,વિમલભાઈ જોશી,પૂનમ બેન પરમાર,ભાવનાબેન વ્યાસ,વનીતાબેન આમછેડા,વનરાજભાઈ સોલંકી, મધુબેન મિયાત્રા,વંદનાબેન દોશી,ચીફ ઓડીટરશ્રી આર.આર.રાવલીયા,આસિ.કમિશનરશ્રી કલ્પેશભાઈ જી.ટોલિયા,સેનિટેશન સુપ્રી.શ્રી સ્વાતિબેન વીરડા અને દર્શન ભાઈ મકવાણા,સ્વચ્છતા બ્રાંડ એમ્બેસેડરશ્રી અમિતભાઈ ચરાડવા,સ્વયં સહાય જૂથની બહેનો અને બહોળી સંખ્યામાં શહેરીજનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.સાંસ્કૃતિક ઉત્સવ કાર્યક્રમનો પ્રારંભ ઉપસ્થિત મહાનુભવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો.તેમજ પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.આ તકે માન.કમિશનરશ્રી તેજસ પરમાર દ્વારા પ્રારંભિક પ્રવચનમાં જણાવવામાં આવ્યું હતું કે,આજે માન.પ્રધાનમંત્રીશ્રીનો ૭૫મો જન્મદિન છે.મહાનગર પાલિકા,જૂનાગઢ દ્વારા ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી વિવિધ થીમ સાથે સ્વચ્છતા પખવાડિયું ઉજવીએ છીએ.”સ્વચ્છતા હિ સેવા- ૨૦૨૫”ને સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.જ્યારે સફાઈ એ ફક્ત સફાઈ કર્મચારીશ્રીઓની જ જવાબદારી નથી પરંતુ તમામ શહેરીજનોની જવાબદારી છે.જ્યારે તમામ શહેરીજનોએ ભીનો અને સૂકા કચરાનું અલગ વર્ગીકરણ કરવું જોઈએ અને તે વર્ગીકૃત કચરો જ ડોર ટુ ડોર કલેક્શન વાહનને આપવો જોઈએ.આગામી દિવસોમાં શહેરમાં અનેક પ્રવૃતિઓ અને અનેક સફાઈ અન્વયેના કાર્યક્રમો યોજાનાર છે.જેમાં સૌ શહેરીજનોએ પોતાનું યોગદાન આપવું જોઈએ.માન.ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા દ્વારા પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે,ગાંધીજી દ્વારા સ્વચ્છતા અંગેની જે પહેલ કરવામાં આવી હતી તેને માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આગળ થપાવવામાં આવી છે. માન. પ્રધાનમંત્રી શ્રી આપણા ભારત દેશનું ગૌરવ છે.તેમજ તેમના જીવનમાં કરેલ સત્કર્મોને આપણે આપણા જીવનમાં ઉતારીએ. જ્યારે સફાઈ એ કોઈ એક વ્યક્તિની જવાબદારી નથી પરંતુ આપણી દરેકની છે.આપણે આપણા ઘરથી શરૂઆત કરી આપણા વિસ્તાર,આપણી સોસાયટી અને આપનું શહેરને સ્વચ્છ રાખીએ.માન.ધારાસભ્યશ્રી દ્વારા શહેરને કાયમી ધોરણે સ્વચ્છ રાખતા સફાઈ કર્મચારીશ્રીઓને અને રક્તદાતાશ્રી માતૃવંદનાને વંદન કરવામાં આવ્યા હતા.સ્થાયી સમિતિ ચેરપર્સનશ્રી પલ્લવીબેન ઠાકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધીજીએ પોતાના જીવનમાં સ્વચ્છતાને આગવું સ્થાન આપ્યું હતું.તેમજ પ્રધાન મંત્રીશ્રી દ્વારા પણ સ્વચ્છતાને પ્રાધાન્ય આપી દેશમાં સ્વચ્છતા જાળવવા દેશવ્યાપી આહવાન કરવામાં આવ્યું હતું.તેમજ આજ રોજ માન.પ્રધાન મંત્રીશ્રીના ૭૫ માં જન્મદિન નિમિતે તેમના દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જેમાં બહેનોની આરોગ્ય લક્ષી સુવિધા જળવાઈ રહે તેનું પણ માન.પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ચિંતન કર્યું છે.તેમજ પ્રવચનના અંતે માન.પ્રધાન મંત્રીશ્રીની કાવ્ય પંક્તિ રજૂ કરવામાં આવી હતી.સૌ શહેરીજનોએ સ્વચ્છતા લક્ષી સ્વભાવ અપનાવવો જોઈએ ત્યાર બાદ પોતાની આગવી જીવન શૈલીમાં ૨૭ વખત રક્તદાન કરેલ શ્રી મિન્ટુબેન અરજણભાઈ રાવલીયા,૨૨ વખત રક્તદાન કરેલ શ્રી જીજ્ઞા બેન ચંદુભાઈ કાચા તેમજ શ્રી દર્શિકાબેન હર્ષદભાઈ વરિયા દ્વારા ૨૧ વખત રક્તદાન કરવામાં આવેલ છે.જે બદલ આ તમામ સમાજ શ્રેષ્ઠીશ્રીઓનું સન્માન કરવામાં આવેલ હતું. હાલ,આધુનિક જીવનમાં આપણા સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા માટે શહેરની મીનરાજ શાળાના બાળકો અને કનેરિયા શાળાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિ રજુ કરવામાં આવી.જે ઉપસ્થિત મહાનુભવો અને શહેરીજનો દ્વારા નિહાળવામાં આવી હતી.શહેરમાં જન જાગૃતિ લાવવા અર્થે મહાનગર પાલિકા,જૂનાગઢની સેનીટેશન શાખાના માર્ગદર્શન હેઠળ સિંગલ યુઝ પ્લાસ્ટિક ન વાપરવા તેમજ સ્વચ્છતા જાળવવા અંગેનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભવો અને શહેરીજનો દ્વારા શહેરમાં સ્વચ્છતા અંગેના શપથ લેવામાં આવ્યા અને સ્વચ્છતા સિગ્નેચર કેમ્પેઈન બોર્ડમાં તમામ ઉપસ્થિત પદાધિકારીશ્રીઓ/અધિકારીશ્રીઓ તેમજ ઉપસ્થિત મહાનુભવો દ્વારા સિગ્નેચર કરી સ્વચ્છતા અંગે કટિબદ્ધતા દર્શાવી હતી.તેમજ આભાર વિધિ નાયબ કમિશનરશ્રી ડી.જે.જાડેજા દ્વારા કરવામાં આવી હતી.કાર્યક્રમના અંતે સ્વ સહાયજૂથની બહેનો દ્વારા ગરબા,ચણીયા ચોલી,હસ્ત કલાની ચીજ વસ્તુઓનું વેચાણ સહ પ્રદર્શનની ઉપસ્થિત મહાનુભવો દ્વારા મુલાકાત કરવામાં આવી હતી
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ