આઇ.સી.ટી.સી. મેંદરડા દ્વારા શ્રી ગ્રામપંચાયત હાઈસ્કૂલ, મેંદરડા ખાતે ઈનટેસીફાઇડ આઈસી કેમપેઇન એચ.આઈ.વી.,ટીબી,જાતીય રોગો,બિન ચેપી રોગો વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આઇ.સી.ટી.સી. મેંદરડા દ્વારા શ્રી ગ્રામપંચાયત હાઈસ્કૂલ, મેંદરડા ખાતે ઈનટેસીફાઇડ આઈસી કેમપેઇન એચ.આઈ.વી.,ટીબી,જાતીય રોગો,બિન ચેપી રોગો વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
આઇ.સી.ટી.સી. મેંદરડા દ્વારા શ્રી ગ્રામપંચાયત હાઈસ્કૂલ, મેંદરડા ખાતે ઈનટેસીફાઇડ આઈસી કેમપેઇન એચ.આઈ.વી.,ટીબી,જાતીય રોગો,બિન ચેપી રોગો વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,ગુજરાત રાજ્ય સરકારશ્રી સુચના અન્વયે શ્રી ગ્રામપંચાયત હાઈસ્કૂલ મેંદરડા માં આઈ.સી.ટી.સી આર.એચ. એન્ડ સી.એચ.સી -મેંદરડા, જિલ્લો જુનાગઢ ના કાઉન્સેલર શ્રી આશિષભાઇ બદાણી, તેમજ લેબ.ટેક શ્રી સુરજભાઇ ચાપડીયા તેમજ એન.સી ડી વિભાગ ના કાઉન્સિલર વિજયભાઈ મારુ દ્વારા સરકારી હોસ્પિટલ ના ઇન્ચાર્જ અધિક્ષક/ટી.એચ.ઓ શ્રીમતિ પુજાપ્રિયદર્શીની, ડીપીઓ શ્રી વ્યાસ સાહેબ, તેમજ દિશા ડાપકુ ટીમના માર્ગદર્શન હેઠળ ઈનટેસીફાઇડ આઈસી કેમપેઇન (સઘન IEC ઝુંબેશ) અંતર્ગત સરકારી હોસ્પિટલ મેંદરડા ના આઈ.સી.ટી.સી. વિભાગ દ્વારા એચઆઈવી/એઇડ્સ અંગેની જાગૃતિ નો કાર્યક્રમ કરવામાં આવેલ, જે અંતર્ગત શ્રી ગ્રામપંચાયત હાઈસ્કૂલ, મેંદરડાના પ્રિન્સિપલ એમ.જે.ખુમાણ તેમજ અગ્રાવત સાહેબ તથા સ્ટાફ દ્વારા ખૂબ જ સારો એવો સાથ સહકાર મળેલ,આ પ્રોગ્રામ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને એચઆઇવી એઇડ્સ, હિપેટાઇટિસ બી અને સી, ટીબી, જાતીય રોગ તથા બિનચેપી રોગો વિષે માહિતગાર કરવામાં આવ્યા જેમાં 160 જેટલા વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો હતો. જેમાં આચાર્ય સાહેબ શ્રી તેમજ વિધાથી દ્વારા પ્રશ્નોત્તરી કરી ચર્ચા કરવામાં આવી.તદ ઉપરાંત વિદ્યાર્થીઓની આરોગ્ય લક્ષી સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ હતી અને વિજેતા સ્પર્ધકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ