GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મેડિકલ કેમ્પ યોજાયો
MORBI:મોરબીના લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મેડિકલ કેમ્પ યોજાયો
મોરબીના લાલપર ખાતે ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના અધ્યક્ષસ્થાને સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મેડિકલ કેમ્પ યોજાયો હતો.
જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.શ્રીવાસ્તવ અને તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો.કોટડીયાના માર્ગદર્શન હેઠળ આયોજિત મેડિકલ કેમ્પમાં ધારાસભ્યશ્રીએ સૌ સગર્ભા બહેનો અને બાળકો સ્ક્રીનીંગ કરાવે અને નિયમિત આરોગ્ય તપાસ કરાવે તથા આ પ્રકારના કેમ્પનો બહોળો લાભ મેળવે તેવી અપીલ કરી હતી.
આ કેમ્પ સફળ બનાવવા આરોગ્યકર્મી દિપકભાઈ, સીમાબેન, પાયલબેન, રસીકભાઈ, અનિલભાઈ, હાર્દિકભાઈ, ધ્રૃતિબેનએ ભારે જહેમત ઉઠાવી હતી.