વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા.૧૯: ગણદેવી નગરપાલિકા , ગણદેવી તાલુકા સેવા ટ્રસ્ટ તથા ફિટનેશ ફંડા વિથ યોગા ક્લાસના સંયુક્ત ઉપક્રમે ગણદેવીના રામજી મંદિર ખાતે યોગ શિબિર કાર્યક્રમ યોજાયો હતો . આ યોગ શિબિર સ્વચ્છતા હી સેવા સાથે સ્વાસ્થ્ય અને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન ના સંદર્ભે યોજાયો હતો.
ગણદેવીના નાગરિકોએ યોગાભ્યાસ દ્વારા તંદુરસ્ત જીવન જીવવા પ્રેરણા મેળવી તેમજ સ્વચ્છ, સ્વસ્થ અને ગંદકી મુક્ત શહેર નિર્માણ માટે સંકલ્પ કર્યો. આ પ્રસંગે ગણદેવી નગરપાલિકા પ્રમુખ ભાવેશભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રીમતી ભાનુબેન પટેલ, કારોબારી ચેરમેન શ્રી નિરવભાઈ સગર, ચીફ ઓફિસર શ્રીમતી પ્રાચીબેન દોશી સહિત નગરપાલિકાના સભ્યો, સેવા ટ્રસ્ટ, ફિટનેશ ફંડા વિથ યોગા ક્લાસના સભ્યો, નગરપાલિકા સ્ટાફ તથા મોટી સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિ રહ્યા હતા .