INTERNATIONAL

રશિયામાં ફરી આવ્યો 7.8ની તિવ્રતાનો ભૂકંપ, જાહેર કરાયું સુનામીનું એલર્ટ!

રશિયાના કામચટકા ટાપુ પર ફરી એકવાર જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. અમેરિકન વિજ્ઞાનીઓના સર્વે અનુસાર આ ભૂકંપની તીવ્રતા 7.8 નોંધાઈ હતી, જે ઘાતક શ્રેણીમાં આવે છે. ભૂકંપનું કેન્દ્ર જમીનથી લગભગ 10 કિ.મી. ઊંડે હતું.

કામચટકા ક્ષેત્રના ગવર્નર વ્લાદિમીર સોલોદોવે ટેલીગ્રામ પર એક જાણકારી આપતાં કહ્યું કે, પૂર્વ કિનારે સુનામીના ખતરાને જોતાં ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે. સ્થાનિકોને સાવચેત કરી દેવામાં આવ્યા છે. જોકે અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.

આ વિસ્તાર વિશ્વના સૌથી વધુ ભૂકંપની રીતે સક્રિય ઝોનમાંનો એક છે, જ્યાં પેસિફિક પ્લેટ અને ઉત્તર અમેરિકન પ્લેટ મળે છે. આ જ કારણ છે કે, અહીં ભૂકંપ એ એક સામાન્ય બાબત બની ગયા છે. શનિવારે, કામચટકાના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો.  શરૂઆતમાં તેની તીવ્રતા 7.5 નોંધાઈ હતી, પરંતુ પછીથી તેને 7.4 કરવામાં આવી. પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્ર (PTWC)એ જણાવ્યું હતું કે આ ભૂકંપથી સુનામીનો ભય નહોતો. પરંતુ ફરી આવેલા 7.8ની તીવ્રતાના ભૂકંપથી સુનામીનો ડર પણ વધ્યો છે.

Back to top button
error: Content is protected !!