GUJARATJUNAGADH

સ્વસ્થ નારી,સશક્ત પરિવાર અભિયાન અન્વયે જૂનાગઢ જિલ્લામાં ૯૯૯ આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યા

સ્વસ્થ નારી,સશક્ત પરિવાર અભિયાન અન્વયે જૂનાગઢ જિલ્લામાં ૯૯૯ આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યા

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા તા.૧૭-૦૯-૨૦૨૫ થી તા.૦૨-૧૦-૨૦૨૫ દરમિયાન “સ્વસ્થ નારી,સશક્ત પરિવાર અભિયાન” અને ૮ માં રાષ્ટ્રીય પોષણ માસ અભિયાન હાથ ઘરવામાં આવ્યુ છે. આ અભિયાનના ભાગ રૂપે જૂનાગઢ જિલ્લામાં આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવી રહયુ છે.જેમાં લોકોને નિષ્ણાંત ડોક્ટરશ્રીની સેવાઓ સહિત વિવિધ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જે અંતર્ગત તા.૧૭ સપ્ટેમ્બર થી તા.૨૧ સપ્ટેમ્બર સુધીમાં જૂનાગઢ જીલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ સામુહિક આરોગ્ય કેન્દ્ર,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે કુલ-૯૯૯ આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો હતા તેમજ ૨૮-સ્પેશ્યાલીસ્ટ કેમ્પ સફળતાપૂર્વક યોજવામાં આવ્યા છે. આ કેમ્પમાં કુલ-૩૬૧૮૪ લાભાર્થીને નિષ્ણાત તબીબ દ્વારા તપાસ,નિદાન અને સારવાર આપવામાં આવી હતી.આ ઉપરાંત કુલ-૭ બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ-૮૫૯ યુનીટ બ્લડનું ક્લેકશન કરવામાં આવ્યું હતુ.કેમ્પમાં સગર્ભા ધાત્રીને માતૃશક્તિ અને કિશોરીઓને પૂર્ણાશક્તિ નો લાભ આપવામાં આવ્યો હતો. તદુપરાંત,જૂનાગઢ જિલ્લા ગ્રામ્ય વિસ્તારની કુલ-૪૬ માધ્યમિક શાળાની આશરે-૨૫૦૦ જેટલી તરૂણીઓની આરોગ્ય તપાસ પૂર્ણ કરવામાં આવી છે. હજુ આ કાર્યક્રમ તા. ૨ ઓક્ટોબર સુધી શરૂ રહેવાનો હોઈ વધુને વધુ લાભાર્થીઓને તેનો લાભ લેવા જૂનાગઢ જિલ્લા પંચાયત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્રારા અપીલ કરવામાં આવી છે.

રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!