GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી :ઉપરવાસ આજના ભારે વરસાદને કારણે અંબિકા નદીમાં જળસ્તર વધશે, સાવચેતી દાખવવા સૌને અનુરોધ

વાત્સલ્યમ્ સમાચાર

    મદન વૈષ્ણવ

ઉપરવાસ ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે આવતા કલાકોમાં અંબિકા નદીમાં પૂર આવવાની શક્યતા છે. અંબિકા નદીના પૂરના કારણે અસરગ્રસ્ત થઈ શકે એવા નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ૨૦ થી વધુ ગામો અને બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેતી દાખવવા સંદેશ આપવામાં આવેલ છે.

ઉપરાંત, પૂરથી અસરગ્રસ્ત થવાના ગામોની તમામ શાળાઓ અને આંગણવાડીમાં બાળકોને તાત્કાલિક રજા આપવા સૂચના આપવામાં આવેલ છે.

સાથે, નદીની આસપાસના કાંઠા વિસ્તારો તથા નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેતી દાખવવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયેલ છે.

*ઈમરજન્સીમાં ડીસ્ટ્રીક્ટ કંટ્રોલ રૂમના સંપર્ક નં.*

02637 233002

02637 259401

*ટોલ ફ્રી નં.* 1077.

Back to top button
error: Content is protected !!