ARAVALLIMODASA

અરવલ્લી જિલ્લામાં નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે she ટીમ સતત ખડેપગે, રોમિયોગીરી કરનાર સામે થશે કાર્યવાહી

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે she ટીમ સતત ખડેપગે, રોમિયોગીરી કરનાર સામે થશે કાર્યવાહી

અરવલ્લી જિલ્લામાં ગઈ કાલથી નવરાત્રી પર્વનો તહેવાર શરૂ થઈ ચૂક્યો છે અને દસ દિવસ માં જગદંબા ની આરાધના સાથે ભક્તિ ના સમન્વય સાથે ઉજવણી થઈ રહી છે જિલ્લામાં કેટલાય વિસ્તારમાં હાલ નવરાત્રિ ની ઉજવણી થઈ રહી છે જેમા ખાનગી આયોજકો તેમજ અન્ય જગ્યાએ નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે. સાથે મોડાસા વિસ્તારમાં જે શહેરી વિસ્તાર આવેલ છે ત્યાં સાવચેતીના ભાગ રૂપી જિલ્લા પોલીસ ધ્વારા અલગ અલગ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું અને ખાસ અલગ રીતે she ટીમ કાર્યરત થઈ ગઈ છે જેમા દરેક પોલિસ સ્ટેશન હેઠળ 5 લોકોની ટીમ બનાવી છે જે સિવિલ ડ્રેસ અને યુનિફોર્મ માં જોવા મળશે.she ટીમ નવરાત્રિના દિવસો દરમિયાન કાર્યરત રહેશે અને ગઈ કાલથી જ she ટીમ અલગ અલગ જગ્યાએ વોચ રાખી રહી છે જેમા પોલીસ ડિપાર્ટમેન્ટ ધ્વારા she ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં વોચ રાખશે અને રોમિયોગીરી કરતા લોકો, તેમજ યુવતીના ફોટો કે વિડિઓ ઉતારતા હશે તેવા લોકો કે કઈ પણ અડપલા કરતા જે પણ લોકો ઘ્યાને આવશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું દરેક પોલીસ સ્ટેશન હેઠળ 5 સહિત 60 જેટલા she ટીમમાં કર્મચારીઓ કાર્યરત રહેશે અને આ નવરાત્રી નો તહેવાર શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે આશય થી જિલ્લાની સમગ્ર પોલિસ દ્વારા સાવચેતીના ભાગ રૂપે યોગ્ય આયોજન અને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

Back to top button
error: Content is protected !!