GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર’ પખવાડિયા ઉજવણી અંતર્ગત હેલ્થ ચેકઅપ કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા

તા.૨૩/૯/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ જીલ્લામાં તા ૧૭ થી ૨૨ દરમાન ૧,૮૧૨ હેલ્થ ચેકઅપ કેમ્પમાં ૬૭ હજારથી વધુ લોકોની આરોગ્ય ચકાસણી કરાઈ

૪૭ બ્લડ ડોનેશન કેમ્પમાં ૨,૩૮૯ બોટલ રક્ત એકત્રિત કરાયું

Rajkot: ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માતા અને બાળકના આરોગ્યને મજબૂત બનાવવા માટે અનેક કલ્યાણકારી કાર્યક્રમો અમલમાં મુકાયા છે. જેના ભાગરૂપે ગત તા. ૧૭ સપ્ટેમ્બરના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસે તા. ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર, ૨૦૨૫ દરમ્યાન રાજ્યભરમાં “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર પખવાડિયું” ઉજવવામાં આવી રહ્યુ છે.

આ અભિયાન અંતર્ગત મહિલાઓ અને બાળકોને વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ તેમજ રસીકરણ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. રાજકોટ જીલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદના માર્ગદર્શનમાં આરોગ્ય અધિકારી શ્રી ફુલમાળીના નેતૃત્વમાં તમામ ૧૨ સામુહીક આરોગ્ય કેંદ્ર, ૫૫ પ્રાથમિક કેંદ્ર, ૧૨ અર્બન આરોગ્ય કેંદ્ર, ૨૯૩ આયુષ્માન આરોગ્ય મંદીર ખાતે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે.

સામુહીક આરોગ્ય કેંદ્રના કેમ્પમાં સ્પેસ્યાલીસ્ટ સેવાઓ આપવામાં આવી રહી છે. જેમાં ગાયનેક, પીડીયાટ્રીશન, આંખ કાન ગળાના સર્જન તથા અન્ય તબીબો દ્વારા સેવાઓ આપવામાં આવી રહી છે. પ્રાથમિક આરોગ્ય કેંદ્ર અને અર્બન આરોગ્ય કેંદ્રના કેમ્પમાં (IMA) ઇન્ડીયન મેડીકલ એશોશીએશન, PMJAY માન્ય હોસ્પિટલના ડોકટરો, સી.એમ.સેતુ, (IAP) એસોસીએશન ઓફ પીડીયાટ્રીશયન ડોકટરો દ્વારા સેવાઓ આપવામાં આવી રહી છે. જ્યારે (AAM) આયુષ્માન આરોગ્ય મંદીર ખાતે પ્રાથમિક આરોગ્ય કેંદ્રના ડોકટરો અને તેની ટીમ દ્વારા સેવા આપવામાં આવી રહી છે.

મહિલાઓ માટે ચકાસણી અને આરોગ્ય સેવાઓ

ENT, આંખ, બ્લડ પ્રેશર, બ્લડ શુગર અને ડેન્ટલ ચેક-અપ, કેન્સર (મોં, સ્તન, ગર્ભાશય)ની ચકાસણી, રસીકરણ સેવાઓ, ગર્ભવતી મહિલાઓની પૂર્વ પ્રસૂતિ તપાસ, એનિમિયા સ્તર ચકાસણી , ટેલિમેડિસિન સુવિધાઓ, ક્ષયરોગ (ટીબી) ચકાસણી, સિકલ સેલ એનિમિયા ચકાસણી, વિશેષ કન્સલ્ટેશન, તંદુરસ્ત જીવનશૈલી અને વેલનેસ ઘટકો, ખાંડ અને તેલનો ૧૦ ટકા ઘટાડો કરી સ્થૂળતા ઓછું કરવી, સ્થાનિક તથા પ્રાદેશિક ખોરાકના પ્રચાર-પ્રસાર, બાળપણથી જ પોષણ તથા યોગ્ય ખાવા-પીવાની રીતો અપનાવવી, માસિક સ્વચ્છતા તથા પોષણ અંગે જાગૃતિ, ટેક હોમ રેશન (THR)નું વિતરણ, આરોગ્ય સેવાઓમાં સરળતા, માતા અને બાળક સંરક્ષણ (MCP) કાર્ડ, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના નોંધણી, આયુષ્માન વયા વંદના કાર્ડ, સિકલ સેલ કાર્ડ, પોષણ ટ્રેકરમાં લાભાર્થીઓની નોંધણી, નાગરિકોની સક્રિય ભાગીદારી,બ્લડ ડોનેશન કેમ્પો, નિક્ષય મિત્ર સ્વયંસેવક નોંધણી, અંગદાન નોંધણી વગેરે સીવાઓ આપવામાં આવી રહી છે.

તા. ૧૭.૦૯.૨૫ અને તા ૨૦.૦૯.૨૫ દરમ્યાન વિશેષ રસીકરણ દિવસ ઉજવવામાં આવેલ છે. જેમાં તા. ૧૭.૦૯.૨૫ મહા મમતા દિવસ (સગર્ભા માતાઓનું ટી.ડી. રસીકરણ), અને તા ૨૦.૦૯.૨૫ પંચગુણી રસીકરણ કરવામાં આવેલ છે. જ્યારે તા. ૨૪.૦૯.૨૫ના પોલીયો રસીકરણ (OPV, IPV) તા. ૨૫.૦૯.૨૫ ના મીઝલ્સ-રૂબેલા (MR) રસીકરણ તા.૦૧.૧૦.૨૫ ના મહા મમતા દિવસ ઉજવવામાં આવશે.

આ અભિયાનની સફળતા માટે હેડ કાઉન્ટ સર્વે (HCS) તથા માઇક્રોપ્લાનિંગ તા. ૧૧.૦૯.૨૫ થી શરૂ કરવામાં આવ્યું હતું. સર્વે દરમ્યાન સગર્ભા માતાઓ અને ૦ થી ૨ વર્ષના બાળકો, જેમના TD, MR, OPV અને IPV ના ડોઝ ચૂકી ગયા હોય તેમની નોંધણી કરીને રસીકરણની સુનિશ્ચિતતા કરવામાં આવી હતી.

રાજકોટ જિલ્લા અને શહેરમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને જિલ્લા તેમજ તાલુકાના પદાધીકારીશ્રીઓના સહયોગ દ્વારા આયોજિત તા ૧૬.૦૯.૨૫ અને ૨૨.૦૯.૨૫ દરમાન કુલ ૪૭ કેમ્પ કરવામાં આવેલ જેમાં ૯ બ્લડ બેંકો દ્વારા ૨૩૮૯ બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. હજુ તા ૦૨.૧૦.૨૫ સુધી જુદા જુદા સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે.

રાજકોટ જિલ્લા ખાતે તા ૧૭.૦૯.૨૫ થી ૨૨.૦૯.૨૫ દરમ્યાન હેલ્થ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પમાં કરેલ કામગીરીની વિગત.

(1) ૧૮૧૨ હેલ્થ ચેક અપ કેમ્પ કરવામાં આવેલ.

(2) ૨૯૮ સ્પેસ્યાલીસ્ટ તબીબો દ્વારા હેલ્થ ચેક અપ કેમ્પ કરવામાં આવેલ.

(3) જેમાં ૨૮૭૦૭ પુરૂષ લાભાર્થી અને ૩૮૮૧૨ મહીલા લાભાર્થીઓએ લાભ લીધેલ.

(4) હાઇપર ટેન્શનના ૧૧૫૬૯ પુરૂષ લાભાર્થી અને ૧૫૧૭૬ મહીલા લાભાર્થીઓની તપાસ કરવામાં આવેલ.

(5) ડાયાબીટીસના ૧૧૦૭૫ પુરૂષ લાભાર્થી અને ૧૪૪૮૪ મહીલા લાભાર્થીઓની તપાસ કરવામાં આવેલ.

(6) ઓરલ કેન્સર ના ૬૧૫૦ પુરૂષ દર્દીઓ અને

બ્રેષ્ટ અને સર્વાઇકલ કેન્સરના ૮૧૮૩ સસ્પેકટેડ મહીલા લાભાર્થીઓની તપાસ કરવામાં આવેલ.

(7) ૭૮૫૩ સગર્ભા માતાઓની તપાસ કરવામાં આવેલ.

(8) એનીમીયાના ૧૬૨૫ પુરૂષ લાભાર્થી અને ૭૨૪૮ મહીલા લાભાર્થીઓની તપાસ કરવામાં આવેલ.

(9) ૧૬૯૧ બાળકો (પુરૂષ) અને ૨૨૩૦ બાળકો (સ્ત્રી) નું રસીકરણ કરવામાં આવેલ.

(10) ૩૨૬૫ પુરૂષ લાભાર્થી અને ૩૯૪૦ મહીલા લાભાર્થીઓની ટીબીની તપાસ કરવામાં આવેલ.

(11) ૧૨૮ નિક્ષય મિત્રનું રજીસ્ટેશન કરાવવામાં આવેલ.

(12) ૫૨ પુરૂષ લાભાર્થી અને ૩૧૨ મહીલા લાભાર્થીઓની સિકલસેલની તપાસ કરવામાં આવેલ.

(13) ૧૯ પુરૂષ લાભાર્થી અને ૨૦ મહીલા લાભાર્થીઓની સિકલસેલના કાર્ડ આપવામાં આવેલ.

(14) ૧૨૩૦૮ પુરૂષ લાભાર્થી અને ૧૫૪૭૪ મહીલા લાભાર્થીઓનું જુદા જુદા પ્રોગ્રામો અંગે કાઉન્સેલિંગ કરવામાં આવેલ.

(15) ૨૦૩૫ PMJAY/ PMJAY (પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના) વય વંદના કાર્ડ કાઢવામાં આવેલ.

(16) ૪૧૨ પુરૂષ લાભાર્થી અને ૪૪૬ મહીલા લાભાર્થીઓના X-Ray દ્વારા તપાસ કરવામાં આવેલ.

(17) ૧૧૯૧૫ પુરૂષ લાભાર્થી અને ૧૭૧૦૧ મહીલા લાભાર્થીઓના લેબોરેટરી ટેસ્ટ દ્વારા તપાસ કરવામાં આવેલ.

(18) ૨૧૭ પુરૂષ લાભાર્થી અને ૩૫૫ મહીલા લાભાર્થીઓને હાઇર સેન્ટરોમાં રીફર કરવામાં આવેલ.

(૧૯) કુલ ૪ સ્પેસ્યાલીસ્ટ ડોકટોરો દ્વારા કેમ્પ યોજવામાં આવેલ જેમાં ૧૧૪ પુરૂષ લાભાર્થી અને ૧૭૨ મહીલા લાભાર્થીઓની તપાસ કરવામાં આવેલ.

Back to top button
error: Content is protected !!