GUJARATMORBIMORBI CITY / TALUKO

GUJARAT:શતાબ્દી વર્ષ સમાજની સજ્જન શક્તિને સાથે રાખીને ઉજવવામાં આવશે.- ડો. જયંતિભાઈ ભાડેસિયા

GUJARAT:શતાબ્દી વર્ષ સમાજની સજ્જન શક્તિને સાથે રાખીને ઉજવવામાં આવશે.- ડો. જયંતિભાઈ ભાડેસિયા

 

 

 

· વિજયાદશમી ઉત્સવ નિમિતે 672 કાર્યક્રમ થશે જેમાં 1,65,000 સ્વયંસેવકો ભાગ લેશે.

· ઘર સંપર્ક અભિયાન અંતર્ગત 2,10,000 કાર્યકર્તા દ્વારા 90 લાખ ઘરોનો સંપર્ક થશે.

· 23 દિવસમાં 18,000 ગામડાઓનો સંપર્ક થશે.

 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, શતાબ્દી વર્ષ નિમિતે ગુજરાત દ્વારા આયોજિત થનાર કાર્યક્રમોની વિસ્તૃત માહિતી માટે આયોજિત પત્રકાર પરિષદમાં સંબોધન કરતા ડો. જયંતિભાઈ ભાડેસિયાએ (મા. સંઘચાલક, પશ્ચિમ ક્ષેત્ર, રા.સ્વ. સંઘ) કહ્યું કે હાલમાં દેશભરમાં 95,848 શાખાઓના માધ્યમથી વ્યક્તિ નિર્માણનું કરી સતત ચાલી રહ્યું છે.

 

તેમણે કહ્યું કે શતાબ્દી વર્ષમાં ગુજરાત રાજયમાં વિભિન્ન કાર્યક્રમોની હારમાળા ચાલવાની છે. શતાબ્દી વર્ષ નિમિતે સંઘનો કાર્ય વિસ્તાર સમાજની સજ્જન શક્તિને સાથે લઈને વિભિન્ન પ્રકારના કાર્યક્રમોના રૂપમાં ઉજવવામાં આવશે. જેમાં વિજયાદશમી ઉત્સવનાં કાર્યક્રમોમાં સમાજના પ્રતિષ્ઠિત લોકો પણ‌ સહભાગી થવાના છે જેમાં પદ્મશ્રી ચંદ્રકાંતભાઈ સોમપુરા, ડો. વિક્રમભાઈ શાહ (શેલ્બી હોસ્પિટલ), શ્રી સાંઈરામભાઈ દવે (પ્રસિદ્ધ લોકસાહિત્યકાર), શ્રી ચંદુભાઈ વિરાણી (બાલાજી વેફર), શ્રી રમેશભાઈ ઠક્કર (શ્રીજી ગોશાળા), શ્રી રવિભાઈ ત્રિપાઠી (રિટાયૅડ હાઇકોર્ટ જ્જ ), શ્રી આર.પી. પટેલ (પ્રમુખ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન), શ્રી કલ્પેશભાઈ સોની (ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર વશ-૨ ), વૈષ્ણવચાયૅ પૂજ્ય દ્વારકેશલાલજી કડીવાલા, શ્રી મોહનભાઈ બાવરી – ધૂમંતું સમાજ કાર્ય, અખિલ ભારતીય પ્રમુખ, સુરજિતસિંહ બગ્ગા- ગુરુદ્વારા કમિટી પ્રમુખ, પૂજ્ય પી.પી. સ્વામી, સ્વામિનારાયણ મંદિર। કાલુપુર

1. વિજયાદશમી ઉત્સવ નિમિતે 672 કાર્યક્રમ થશે જેમાં 1,65,000 સ્વયંસેવકો ભાગ લેશે.

 

2. ઘર સંપર્ક અભિયાન અંતર્ગત 2,10,000 કાર્યકર્તા દ્વારા 90 લાખ ઘરોનો સંપર્ક થશે. જેના અંતર્ગત 23 દિવસમાં 18,000 ગામડાઓનો સંપર્કની યોજના છે.

 

3. સમાજને સાથે રાખીને 4,670 હિન્દુ સંમેલનો થશે જેમાં 13,70,000 જેટલા લોકો ભાગ લેશે.

 

4. સામાજિક આગેવાનો સાથે 571 સદભાવ બેઠકો થશે જેમાં આસરે 16,600 લોકો સહભાગી થશે.

 

5. સમાજના પ્રબુદ્ધ લોકો સાથે 92 સ્થાનો પર પ્રમુખ જન ગોષ્ઠી થશે જેમાં આશરે 2,000 લોકો ભાગ લેશે.

 

6. યુવાઓમાં રાષ્ટ્રકાર્યની પ્રવૃતિ વધે એ માટે યુવા સંમેલન 580 સ્થાનો પર થશે જેમાં 87,000 યુવાઓ ભાગ લેશે.

 

7. શતાબ્દી વર્ષમાં સંઘ દ્વારા અધિકતમ સ્થાનો પર શાખા લાગવાની યોજના કરવામાં આવી છે.

વર્તમાનમાં ગુજરાત રાજયમાં કુલ 2421 દૈનિક શાખાઑ છે. જેમાં વિધાર્થી શાખા 1247, વ્યવસાયી શાખા 1174 છે. સપ્તાહમાં એક વાર લાગતી શાખા એટલે સપ્તાઇક મિલનની સંખ્યા 1612 છે અને માસિક મિલન 844 છે.

ડો. જયંતિભાઈ ભાડેસીયાએ જણાવાયું કે રાષ્ટ્રની સર્વાંગીણ ઉન્નતિ અને સામાજિક પરીવર્તન માટે પંચ પરિવર્તનના વિષયો જેમાં કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, સામાજિક સમરસતા, સ્વદેશી, નાગરિક કર્તવ્ય વિષય પર કાર્યક્ર્મ સમાજને સાથે રાખીને શતાબ્દી વર્ષમાં કરવામાં આવશે.

આજે આયોજિત પત્રકાર પરિષદમાં ડો. ભરતભાઇ પટેલ (મા. સંઘચાલક, રા.સ્વ.સંઘ, ગુજરાત પ્રાંત), શ્રી મુકેશભાઇ માલકન (મા. સંઘચાલક, રા.સ્વ.સંઘ, સૌરાષ્ટ્ર પ્રાંત), શ્રી તેજસભાઈ પટેલ (પ્રચાર પ્રમુખ, રા.સ્વ.સંઘ, ગુજરાત પ્રાંત), શ્રી પ્રકાશભાઈ પટેલ (સંપર્ક પ્રમુખ, રા.સ્વ.સંઘ, ગુજરાત પ્રાંત) સહિત મોટી સંખ્યામાં મીડિયા પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!