વિદ્યાર્થી આશ્રમ સંચાલિત યુ કે વી મહિલા આટર્સ એન્ડ હોમસાયન્સ કોલેજ કેશોદ માં ઇનોવેશન ક્લબ દ્રારા ત્રણ દિવસના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપમાં ૭૫ વિધાર્થીઓને ઉદ્યોગસાહસિકતા, સમસ્યા અને સમસ્યાના નિવારણ માટે પ્રેક્ટીકલ સેશન્સ, પ્રવૃત્તિઓ, અને પારસ્પરિક વાર્તાલાપ દ્વારા તાલિમ આપવામાં આવી હતી આ વર્કશોપ ને સફળબનાવવા માં આચાયૅ ડો.સીબી. કગથરા સાહેબે વિદ્યાથીર્નિઓને શુભેચ્છાઓ પાઠવી અને આગળવધવા માટે પેરણાત્મક માહિતી આપી હતી. ઇનોવેશન ક્લબના કોઓડીનેટર ડો.મીતા રાજપુરા, કો-કો ઓડીનેટર પૂવૉ તન્ના એ વર્કશોપનું આયોજન કર્યું અને વ્યવસ્થાપન સંભાળ્યું હતું . આ શિબિરમાં નિષ્ણાંત તરીકે શ્રીકર્મજીતસિંહ બિહોલા ,ફાઉન્ડર ઇનોડેસ્ક કંપની એ તાલિમ આપી હતી. તાલિમ દરમિયાન વિધાર્થીઓ આઇડિયાથી માર્કેટમાં ઉત્પાદિત વસ્તુ કઈરીતે લઈજવી તેના વિશેની પદ્ધતિસરની માહિતી અને પ્રસાર સમજ્યા. પોતાનાં પ્રોજેક્ટ ટીમમાં કામ કરીને સમાજના અને ? ઇન્ડસ્ટ્રીના સમસ્યાઓ સમજી તેમાં ઇનોવેશન કઈરીતે કરવું તેનાઉપર હેન્ડસ ઓન પ્રોજેક્ટ રજૂ કરીને નવીન વિચારો રજૂકર્યા અને પ્રતિભાવો રજૂક્યોં હતા. વિવિધ વિષયોં જેમાં જંક ફૂડ, વિમેન સેફ્ટી , મહિલા સંરક્ષણ, ન્યુટ્રીશન પ્રોબ્લેમ,ઓર્ગેનિક ફૂડ, પ્રાકૃતિકખેતી ,ફુડ સવિર્સ ,ઉપર વિધાર્થીઓ એ બનાવ્યા, આ શિબિરના સમાપન કાર્યક્રમમાં ડો.સી.બી કગથરા સાહેબ,પ્રો. વી.આર.ત્રાંગડિયા સાહેબ અને સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ