GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને આરોગ્ય વિભાગની ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ

વાત્સલ્યમ્ સમાચાર

  મદન વૈષ્ણવ

કલેકટર કચેરી નવસારી ખાતે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાની ઉપસ્થિતીમાં આરોગ્ય વિભાગની ગવર્નિંગ બોડીની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં રોગોની પરિસ્થિતિમાં જાહેર જનતાને જરૂરી માર્ગદર્શન રોગચાળા અટકાયતિ કામગીરી, જિલ્લામાં આવતા તમામ કેસની દૈનિક ધોરણે થતી એન્ટ્રી, સંચારી રોગ, NTCP, સિકલસેલ, ક્લાઇમેન્ટ ચેન્જ, નેશનલ લેપ્રેસી પ્રોગ્રામ અને નેશનલ ટીબી કંટ્રોલ વગેરે પ્રોગ્રામ વિશે જરૂરી માર્ગદર્શન સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે પાણીજન્ય રોગો, વાહકજન્ય રોગો, અને રોગચાળા અટકાયત માટે જરૂરી પગલાં લેવા તેમજ સિકલસેલ એનીમીયા નિયંત્રણ કાર્યક્રમ અંગે વિગતવાર સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજેન્દ્ર રંગુનવાલા દ્વારા પ્રેઝનટેશનના માધ્યમથી તમામ બેઠકનું સંચાલન કરવામાં આવ્યું હતું. બેઠકમાં આરોગ્ય વિભાગના સંલગ્ન શાખાઓના ઉચ્ચ અધિકારી-કર્ચચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!