અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજના કંટાળું ગામે ફૂટા તળાવ માંથી કોઈ અજાણ્યા ઇસમની લાશ મળી આવી :ઇસરી પોલિસ સ્ટેશન વિસ્તારમાં ક્રાઇમના કેસોમાં વધારો..!!
કેટલીક વાર કોઈ અવાવરુ જગ્યાએ થી લાશ મળી આવતી હોવાના ના બનાવો સામે આવતા હોય છે. ત્યારે ફરી એક અજાણ્યા ઇસમની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ મેઘરજ તાલુકાના ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અજાણ્યા ઇસમની લાશ મળી આવી હતી
ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાજપુર કંટાળુ ગામ પાસે ગત સાંજના સમયે ફુટા તળાવ માંથી અકે યુવકની લાશ મળી આવી હતી જેને લઇ ઘટના ની જાણ થતા કંટાળું ગામ ના સરપંચ સુભાષભાઈ એ ઇસરી પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જેમાં લાશ ને ભારે જહેમત બાદ બહાર કાઢતા ઓળખ ન થતા ઇસરી પોલીસે પંચનામુ કરી લાશને ઇસરી આરોગ્ય કેન્દ્ર ખાતે લાવામાં આવી હતી
લાશ દુર્ગંધ મારતા તળાવની આજુબાજુ રહેલા ખેતરના લોકોને એ સરપંચ ને જાણ કરતા તળાવમાં લાશ હોવાનું સામે આવ્યું હતું. કંટાળું ગામના સરપંચે ઇસરી પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ જાહેરાત આપી હતી. જેમાં ઇસરી પોલીસે એડી દાખલ કરી અંદાજે 40 વર્ષશીય યુવક ની લાશ હોવાનું અનુમાન કરી લાશની ઓરખ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા છે