GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના લખધીરવાસ ચોકમાં તા.૨૭ સપ્ટેમ્બર થી તા. ૦૨ ઓક્ટોબર સુધી બેંગલ દુર્ગાપુજા ગ્રુપ કમીટી દ્વારા દુર્ગાપુજા મહોત્સવનું ભવ્ય આયોજન

MORBI:મોરબીના લખધીરવાસ ચોકમાં તા.૨૭ સપ્ટેમ્બર થી તા. ૦૨ ઓક્ટોબર સુધી બેંગલ દુર્ગાપુજા ગ્રુપ કમીટી દ્વારા દુર્ગાપુજા મહોત્સવનું ભવ્ય આયોજન

 

 

 

તા.૨૭/૦૯/૨૦૨૫ શનિવાર ના રોજ માન.શ્રી રાકેશકુમાર પટેલ સાહેબ (પી.આઇ. એ.ડીવીઝન–મોરબી) દ્વ્રારા દુર્ગાપુજા પંડાલનું ભવ્ય અને શાનદાર ઉદધાટન કરવામાં આવશે.


મોરબી શ્રી બેંગલ દુર્ગાપુજા ગ્રુપના તમામ કમીટી મેમ્બર્સ અને સભ્ય દ્વારા છેલ્લા નવ વરસની જેમ આ દસ માં વર્ષે પણ દુર્ગાપુજા મહાઉત્સવનું શાનદાર અને ભવ્ય આયોજન કરવામાં આવસે. નવ વરસ ના સફળ અને સુંદર આયોજન બાદ આ વરસે દસ માં વરસ માં પ્રવેશ કર્યો છે.
તા.૨૭/૦૯/૨૦૨૫ શનિવાર ના રોજ માન.શ્રી રાકેશકુમાર પટેલ સાહેબ (પી.આઇ. એ.ડીવીઝન–મોરબી)ના શુભ હસ્તે રાત્રે ૯-૦૦ થી ૧૦–૦૦ વાગ્યા દરમ્યાન દુર્ગાપુજા પંડાલનું ઉદધાટન રીબીન કટ કરી અને તૈયારબાદ દિપમાલા પ્રજવલીત કરીને પુજાનો ભવ્ય શુભ આરંભ કરવામાં આવશે.તેમજ માન.શ્રી મુકેશકુમાર પટેલ (એસ.પી.સાહેબ–મોરબી) તેમના અનુકુળ સમય મુજબ દુર્ગા પુજા પંડાલના દર્શન માટે પધારશે.
દુર્ગાપુજા કોઈ પ્રદેશ કે પ્રાંતનો નહીં પરંતુ તમામ જન જાતિ સમુદાયને સાથે ચાલીને ઉજાવવામાં આવે છે. દુર્ગાપુજા ઉત્સવને યુનેશકો દ્વ્રારા વર્લ્ડ હેરીટેજ ફેસ્ટીવલમાં સ્થાન આપવામાં આવ્યું છે. દુર્ગાપુજા દેશ માં જ નહી પરંતુ વિદેશમાં પણ ધામ ઘુમથી ઉજવવામાં આવે છે
મહા આરતી નો સમય દરરોજ રાત્રે ૮-૦૦ થી ૯-૦૦ વાગ્યા સુધી નો રહેશે.સાંસ્કૃતિક કાર્યક્રમ નો સમય સાંજે સાડા છ થી આઠ વાગ્યાનો રહેશે અને મહા આરતી બાદ પ્રખ્યાત બંગાળી ધુનુચિ નૃત્યનો સમય રાત્રે 9:00 વાગ્યા પછી નો રહેશે. વિર્સજન યાત્રા વિજયદસમી તા.૦૨-૧૦–૨૦૨૫ સાંજે ૫-૦૦ વાગ્યા પછી લખધીરવાસ ચોકથી રવાના થશે.જે મોહિતભાઈ રાવલ ની યાદી માં જણાવવા માં આવે છે.


ભારતની મહાન સંસ્કૃતી અને બંગાલની પરમપરાનું સમન્વય એટલે દુર્ગાપુજા આ પંડાલમાં બુધ્ધીના દેવતા ગણેશજી,બલના દેવતા કાર્તિકેય સ્વામી, જ્ઞાનના દેવી સરસ્વતી, ધન અને એશ્રવર્યાના દેવી લક્ષ્મી, અને મહીસાસુરમર્દિની માં દુર્ગાનું પુજાન, અર્ચન, આરતી અને સ્તુતી કરવામાં આવે છે. તો આ દુર્ગા પુજા મહા ઉત્સવનો અમુલ્ય લાભ લેવા માટે મોરબીની જનતાને હદય પૂર્વક નિમંત્રણ આપવામાં આવે છે.દુર્ગાપુજાને લગતી કોઈપણ માહિતી,વિગત,જાણકારી કે પ્રશ્ન માટે મોહિતભાઈ (કાર્તિક) રાવલનો Mo.7990215099 અને શ્રીરામભાઈ મંડલ નો સંપર્ક કરી શકો છો.

Back to top button
error: Content is protected !!