GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી ખાતે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા ઓરીએન્ટેશન તાલીમ યોજાઈ

વાત્સલ્યમ્ સમાચાર

   મદન વૈષ્ણવ

શિયાળુ ખેતી પાકોનાં આગોતરા આયોજનો અને અદ્યતન કૃષિ તાંત્રિકીઓથી ખેડૂત માહિતગાર થાય અને રવિ પાકોમાં તેનું ખેડૂત સમાજ દ્વારા અમલીકરણ થાય એવા ઉમદા હેતુથી સરકારશ્રી દ્વારા ભારતભરમાં ૩ જી ઓકટોબરથી ૧૮ ઓકટોબર સુધી ૧૬ દિવસ સુધી સતત જિલ્લાનાં દરેક તાલુકાનાં જુદા જુદા ગામોમાં ” વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન ” કાર્યક્રમ યોજાનાર છે.

જે અંતર્ગત નવસારી જિલ્લામાં તેનું અમલીકરણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી દ્વારા જિલ્લા ખેતીવાડી વિભાગ, જિલ્લા બાગાયત વિભાગ, જિલ્લા પશુપાલન વિભાગ, આત્મા યોજનાના સંયુક્ત પ્રયાસથી થનાર છે. વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનાં સફળ અને અસરકારક અમલીકરણ માટે આયોજન સબબ ગ્રામસેવકો, યુનિવર્સિટી વૈજ્ઞાનિકો, બાગાયત વિભાગ, આત્મા યોજના અને જિલ્લા ખેતીવાડી વિભાગનાં અધિકારીગણ માટે ઓરીએન્ટેશન તાલીમ આજરોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી ખાતે યોજાઈ હતી. અધ્યક્ષસ્થાનેથી કેવિકેનાં વડા ડૉ.સુમિત સાળુંખેએ ૧૫ દિવસમાં હાથ ધરવાની થતી પ્રવૃત્તિઓ તેનાં ડોક્યુમેન્ટેશન, ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી, રેકોર્ડ કીપીંગ, કિસાન સારથી પોર્ટલ ડેટા અપલોડીંગ તેમજ વધુમાં વધુ ખેડૂતો આ કાર્યક્રમોમાં ભાગ લઈ માર્ગદર્શન મેળવી શકે તેવા સફળ પ્રયાસો હાથ ધરવા અંગે સૂચનો કર્યા હતા. તેમજ ટીમનાં ૧૬ દિવસીય ફ્રુટ મેપીંગથી સૌને માહિતગાર કરાયા હતા. આ તાલીમ કાર્યક્રમમાં જુદા જુદા વિભાગનાં ૬૫ થી વધુ કર્મચારીગણ હાજર રહી કાર્યક્રમનાં સફળ અમલીકરણ માટે તૈયારી બતાવી ખાતરી આપી હતી. કાર્યક્રમનું સફળ આયોજન કેન્દ્રનાં વૈજ્ઞાનિક ડૉ.સ્નેહલકુમાર પટેલ, નિતલ પટેલ અને પ્રો.મકવાણાએ કર્યું હતું.

Back to top button
error: Content is protected !!