GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૫- ૨૬ માં ટંકારા ની બંગાવડીની માધ્યમિક શાળાની કૃતિને પ્રથમ ક્રમે : હવે જિલ્લા સ્તરે કરશે પ્રતિનિધિત્વ.

TANKARA બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૫- ૨૬ માં ટંકારા ની બંગાવડીની માધ્યમિક શાળાની કૃતિને પ્રથમ ક્રમે : હવે જિલ્લા સ્તરે કરશે પ્રતિનિધિત્વ.

 

 

શ્રી મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ, ટંકારા દ્વારા આયોજિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૫-૨૬ નું ભવ્ય આયોજન શ્રી એમ.પી. દોશી વિદ્યાલય, ટંકારા ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં સંકુલ હેઠળની વિવિધ શાળાઓના વિધાર્થીઓએ પોતાના વૈજ્ઞાનિક પ્રયોગો રજૂ કરી સર્જનાત્મકતા તથા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનું પ્રદર્શન કર્યું હતું.

આ પ્રદર્શનમાં શ્રી સરદાર પટેલ વિદ્યાલય, બંગાવડીના વિધાર્થીઓએ વિભાગ – 3 ગ્રીન એનર્જી અંતર્ગત રજૂ કરેલી કૃતિ “ગ્રીન એનર્જી સ્માર્ટ ક્લોથ ડ્રાયર સિસ્ટમ” એ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

આ કૃતિમાં સૌર ઊર્જાનો સદુપયોગ, Automation ટેક્નોલોજી અને ઇકો ફ્રેન્ડલી દૃષ્ટિકોણનું અનોખું સંકલન રજૂ કરવામાં આવ્યું છે. આ કૃતિ માત્ર ઊર્જા બચત માટે જ નહીં પરંતુ ગામડાંથી લઈને શહેર સુધી સૌ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે, એનું જીવંત મોડલ અહીં રજૂ કરવામાં આવ્યું હતું.

આ અનોખી કૃતિને નિરીક્ષકો અને જજશ્રીઓએ વિશેષ વખાણી હતી અને પરિણામે આ કૃતિએ વિભાગ – 3 માં પ્રથમ ક્રમ (1st Rank) મેળવવાની ગૌરવસભર સિદ્ધિ મેળવી છે. હવે આ કૃતિની પસંદગી જિલ્લા સ્તરના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન માટે થઈ છે, જે સમગ્ર શાળાના પરિવાર માટે ગૌરવની ક્ષણ છે.

આ સિદ્ધિ પાછળ માર્ગદર્શક શિક્ષક શ્રી વિશાલભાઈ બરાસરાના વૈજ્ઞાનિક માર્ગદર્શન તથા આચાર્યશ્રી ભાવેશભાઈ જીવાણીના પ્રેરણારૂપ નેતૃત્વનો મહત્વનો ફાળો રહ્યો છે.

આ પ્રદર્શનમા ભાગ લેનારા વિધાર્થીઓ:ચૌહાણ હાર્દિક ગોવિંદભાઈ પઢિયાર ઉમંગ અરજણભાઈ બંને વિધાર્થીઓએ પોતાની મહેનત, સર્જનાત્મકતા અને નવીન વિચારો દ્વારા શાળાનું નામ રોશન કર્યું છે.

શાળા પરિવાર તથા સમગ્ર બંગાવડી ગામના વાલી-માતાપિતા અને શિક્ષકો દ્વારા આ સિદ્ધિ બદલ વિધાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે તથા આવનારા જિલ્લા સ્તરના પ્રદર્શનમાં પણ ઉત્તમ સફળતા મળે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!