Rajkot: રાજકોટ તાલુકા કક્ષાનો “એક પેડ માઁ કે નામ” વૃક્ષારોપણ કાર્યક્રમ શ્રી ખીજડીયા પ્રાથમિક શાળા ખાતે યોજાયો
તા.૨૭/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણનું જતન અને વૃક્ષોનું મહત્ત્વ સમજાવવાના ઉદ્દેશ્ય સાથે “એક પેડ માઁ કે નામ” અભિયાન શરુ કર્યું છે. જેના અનુસંધાને રાજકોટ તાલુકા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ શ્રી ખીજડીયા પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆત વૃક્ષારોપણ સાથે કરવામાં આવી હતી. આચાર્ય શ્રી રામદેવસિંહ જાડેજા, શિક્ષકગણ શ્રી રાજેશભાઈ સભાડીયા અને શ્રી સચિનભાઈ દવે સહિત અન્ય શિક્ષકો અને ગ્રામજનોએ સાથે મળીને વિવિધ પ્રકારના રોપા વાવીને સૌ “એક પેડ માઁ કે નામ” અભિયાનમાં સહભાગી બન્યા હતાં.
આ પ્રસંગે રાજકોટના બી.આર.સી. કોઓર્ડિનેટર શ્રી ભરતભાઈ મધુડા અને માલીયાસણના સી.આર.સી. કોઓર્ડિનેટર શ્રી તુષારભાઈ પાઠક વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ શ્રી જીતેન્દ્રભાઈ બાવળીયા અને ઉપાધ્યક્ષ શ્રી જીગ્નેશભાઈ બાવળીયા પણ જોડાયા હતા.
આ કાર્યક્રમ માત્ર વૃક્ષારોપણ પૂરતો સીમિત ન રહેતા, તે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું એક પ્રેરણાદાયી ઉદાહરણરૂપ બની રહ્યો હતો.