વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગની નવ ચેતન હાઈસ્કૂલ, ઝાવડા ખાતે નવરાત્રીના પાવન પર્વ નિમિતે ભક્તિભાવ પૂર્વક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે શાળાપ્રાંગણ ડીજેના તાલે ગરબાના રંગે રંગાઈ ગયું હતુ.જ્યાં વિદ્યાર્થીઓ ઉમંગપૂર્વક ઝૂમી ઉઠ્યા હતા.શાળાનો તમામ સ્ટાફ,છાત્રાલયના ગૃહપતિ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ ઉજવણીને વધુ યાદગાર બનાવી હતી.ખાસ કરીને વિદ્યાર્થીઓએ શિસ્ત અને સંસ્કાર સાથે ઉત્સવ કેવી રીતે મનાવવો તેનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતુ.નવરાત્રી મહોત્સવ ઉજવણી દરમિયાન વાલીગણ તથા શિક્ષકમંડળ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ઉત્સાહિત કર્યા હતા.શિક્ષકો પણ ગરબાના ઘૂમતા રાસમાં જોડાઈ જતા સમગ્ર કાર્યક્રમ આનંદમય બની ગયો હતો.આ પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં ભાવનાત્મક અને સામાજિક વિકાસને પ્રોત્સાહન આપે છે તેમ શાળાના જવાબદારોએ જણાવ્યુ હતુ.