MORBI:મોરબી આધેડ સ્કૂટર ઉભું રાખી ઉભા હતા ત્યારે પાછળથી ટ્રક ચાલકે ઠોકર મારતા આગળ ઉભેલા ટ્રક નીચે ઘુસી જતાં બાઇકમાં નુકસાન
MORBI:મોરબી આધેડ સ્કૂટર ઉભું રાખી ઉભા હતા ત્યારે પાછળથી ટ્રક ચાલકે ઠોકર મારતા આગળ ઉભેલા ટ્રક નીચે ઘુસી જતાં બાઇકમાં નુકસાન
મોરબીની ત્રાજપર ચોકડીએ ટ્રાફિકને કારણે આધેડ સ્કૂટર ઉભું રાખી ઉભા હતા ત્યારે પાછળથી ટ્રક ચાલકે ઠોકર મારતા આગળ ઉભેલા ટ્રક નીચે ઘુસી જતા સ્કૂટરમાં અંદાજીત રૂ ૨૦,૦૦૦ જેટલું નુકશાન થયું હતું મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના વૃંદાવનપાર્ક કેસરકુંજ એપાર્ટમેન્ટના રહેવાસી મેહુલભાઈ અનંતરાય પિત્રોડા (ઉ.વ.૪૨) વાળાએ ટ્રક જીજે ૧૨ બીએક્સ ૮૮૮૩ ના ચાલક રણછોડભાઈ હમીરભાઈ ઠાકોર રહે નવાગામ તા. ભચાઉ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ટ્રક ચાલકે ત્રાજપર ચોકડી પાસે ટ્રાફિકજામ હોવા છતાં ફૂલસ્પીડમાં ટ્રક ચલાવી ટ્રાફિક જામ હોવાને કારણે ફરિયાદી મેહુલભાઈ પોતાનું સ્કૂટર જીજે ૦૩ એચજે ૩૧૩૮ લઈને ઉભું રાખી ઉભા હતા ત્યારે પાછળથી સ્કૂટરને ટક્કર મારી હતી જેથી આગળ ઉભેલા ટ્રકમાં નીચે ઘુસી જતા આગળના ભાગે અને પાછળના ભાગે અંદાજીત રૂ ૨૦,૦૦૦ નુકશાન કય્રુ હતું મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે