ARAVALLIGUJARATMODASA

મોડાસા ખાતે સિંદૂર થીમ પર રાષ્ટ્રધ્વજ સાથે સૌ કોઈ ગરબે ઘુમ્યા, ગરબા ચોક દેશભક્તિમાં રંગાયો 

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

મોડાસા ખાતે સિંદૂર થીમ પર રાષ્ટ્રધ્વજ સાથે સૌ કોઈ ગરબે ઘુમ્યા, ગરબા ચોક દેશભક્તિમાં રંગાયો

હાલ નવરાત્રી પર્વની વિવિધ જગ્યાએ ઉજવણી થઈ રહી છે એક પછી એક દિવસે મા જગદંબાની આરાધના કરવામાં આવે છે અને સૌ કોઈ ગરબે ઘૂમતા હોય છે ત્યારે મોડાસા શહેરની અંદર કચ્છ કડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા આયોજિત નવરાત્રી ની અંદર દરરોજ અલગ થીમ મુજબ નવરાત્રીનું ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે જ્યારે આજ રોજ કચ્છ કડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા સિંદૂર થીમ અનુસાર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ કોઈ હાથમાં રાષ્ટ્રધ્વજ અને ખેસ પહેરી ગરબે ઘુમ્યા હતા સમગ્ર ચોક જાણે કે દેશભક્તિના રંગમાં રંગાયો હોય તેવી અનુભૂતિ થઈ હતી ખાસ કરીને દેશ માટે બલિદાન આપનાર વીરો ને યાદ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અરવલ્લી ભાજપા પ્રમુખ ભીખાજી ઠાકોર તેમજ નગર પાલિકાના પ્રમુખ સહિત ભાજપના આગેવાનો પણ જોડાયા હતા. નાના બાળકોથી લઈને સૌ કોઈ વૃદ્ધ યુવાનો યુવકો સહિત અનેક મહિલાઓ એ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને ગરબે ઘૂમ્યા હતા અને સમગ્ર વાતાવરણ એક ભક્તિમય હોય તેવું લાગી રહ્યું હતું આમ કચ્છ કડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા સિંદૂર થીમ મુજબ ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું

Back to top button
error: Content is protected !!