યોગેશ કાનાબાર રાજુલા
રાજુલા નાગરિક બેંક ની 54 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
આ સાધારણ સભા બેંક ના ચેરમેન મહેન્દ્રભાઈ ધાખડા વાઈસ ચેરમેન દિનેશભાઈ પારેખ અને બેંક ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની અધ્યક્ષતા માં યોજાઈ
ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકી સહિતના વિવિધ સમાજ ના આગેવાનો આ સભા માં હાજર રહ્યા હતા
આ સાધારણ સભા માં
સૌપ્રથમ પધારેલા મહેમાનોનુ સન્માન કરવામા આવ્યું હતુ. ત્યારબાદ નાગરિક સહકારી બેન્કના મેનેજર શ્રી જીગ્નેશભાઈ જોષી દ્વારા નાગરિક બેંકનું શેર ભંડોળ, કુલ થાપણો, કુલ ધીરાણ, ચાલુ સાલના નફા, બેન્કના ઠરાવો તેમજ વાર્ષિક હિસાબો રજૂ કર્યા હતાં.
આ સાધારણ સભામાં નાગરિક બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો તેમજ સભાસદો, બેંકના કર્મચારીઓ, વેપારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં અને નાગરિક બેન્કની કામગીરીને બિરદાવી હતી.
સાથોસાથ નાગરિક બેન્કના ત્રણ કર્મચારી દેવેન્દ્રભાઈ ઉપાધ્યાય, મહેશભાઈ ઠાકર, વિજયભાઈ એમ કુલ ત્રણેય કર્મચારીઓ નો
વિદાય સમારંભ ગોઠવવામાં આવ્યો
આ તકે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, પૂર્વ બેન્કના પ્રમુખ બાબમામા કોટીલા, લાલભાઈ મકવાણા, જુસબભાઈ, વિનુભાઈ, મહેશભાઈ, હિંમતભાઈ, ભરતભાઈ, મનસુખભાઈ, રિતેશભાઈ તથા મનુભાઈ ધાખડા, ભાનુદાદા રાજગોર, બકુલભાઈ વોરા, અજયસિંહ ગોહિલ, અક્ષયભાઈ ધાખડા, રાજેશભાઈ ઝાંખરા, સંજયભાઈ ધાખડા, વનરાજભાઈ વરૂ, મનોજભાઈ વ્યાસ, ભરતભાઈ જાની, ભરતભાઈ મહેતા, આરીફભાઈ જોખીયા, સમીરભાઈ કનોજીયા, ધનશ્યામભાઈ વાઘ, હેમલભાઈ વસોયા, ચિરાગભાઈ જોષી, વિનુભાઈ શ્રીરામ, ખરીદ વેચાણ સંઘના પ્રમુખ રમેશભાઈ ડોબરીયા, રવીરાજભાઈ ધાખડા તેમજ વેપારી આગેવાનો અગ્રણીઓ સહિત નાગરિક સહકારી બેન્કના સભ્યો હાજર રહ્યાં હતાં રાજુલા નાગરિક બેંક નું નવું બિલ્ડિંગ ખૂબજ ટૂંકા સમય માં શરૂ કરવામાં આવશે તેમજ લોકર એ.ટી.એમ.સહિત ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે તેવું આ બેંક ના ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ ધાખડા દ્વારા જણાવવામાં આવ્યું હતું આજના આ કાર્યક્રમ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને ગામના વિવિધ અગ્રણીઓ વેપારીઓ અને તમામ આગેવાનો દ્વારા બેંક ના ચેરમેન મહેન્દ્રભાઈ ધાખડા અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સ્ટાફ પરિવાર ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા….