GUJARATJUNAGADH

જૂનાગઢ જિલ્લા પંચાયતની આઈસીડીસએસ શાખા દ્રારા ભૂલકા મેળો, પોષણ ઉત્સવ અને માતા યશોદા એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો

જૂનાગઢ જિલ્લા પંચાયતની આઈસીડીસએસ શાખા દ્રારા ભૂલકા મેળો, પોષણ ઉત્સવ અને માતા યશોદા એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો

પ્રોગ્રામ ઓફિસરશ્રી, આઈ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત જૂનાગઢ દ્રારા બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે જન-જાગૃતિના ઉદ્દેશ્યથી ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રમુખ સ્વામી હોલ, અક્ષર મંદિર, વંથલી રોડ, જૂનાગઢ ખાતે યોજાયો હતો.જેમા જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો-૨૦૨૫, પોષણ ઉત્સવ-૨૦૨૫ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા-૨૦૨૫, અને આંગણવાડીની શ્રેષ્ઠ કામગીરી બદલ માતા યશોદા એવોર્ડ-૨૦૨૨-૨૩ યોજાયો હતો.આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શ્રી હરેશભાઈ ઠુંમરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તેમણે ટેક હોમ રેશન (THR) ના ફાયદાઓ અને તેમાંથી બનતી વિવિધ વાનગીઓ વિશે જાણકારી આપી હતી.જંકફૂડના વધુ પડતા ઉપયોગથી થતા નુકસાન અંગે ચેતવણી આપીને “સ્વસ્થ નારી, સ્વસ્થ સમાજ” ની વિભાવના સાથે પોષણનું મહત્વ સમજાવ્યું હતુ. ધારાસભ્યશ્રી, શ્રી સંજયભાઈ કોરડીયાએ આંગણવાડી કક્ષાએ થતી ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી. જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી, શ્રી મુકેશભાઈ કણસાગરાએ ICDS અંતર્ગત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અને કામગીરી વિશે માહિતી આપી હતી.આ પ્રસંગે પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંતર્ગત દરેક ઘટકમાંથી બ્લોક પી.એસ.ઈ. અને આંગણવાડી કાર્યકર દ્વારા સંયુક્ત રીતે બનાવેલા ટીચિંગ લર્નિંગ એપ્રોચ (TLM) પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. બાળકો દ્વારા આકર્ષક સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી. શિક્ષણ વિભાગની ટીમ દ્વારા વિજેતાઓની પસંદગી કરીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.પોષણ ઉત્સવ-૨૦૨૫ ના ભાગરૂપે, પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન થયું હતું, જેમાં ઘટક કક્ષાએથી ટેક હોમ રેશન (THR) અને મિલેટ્સ (‘શ્રી અન્ન’) માંથી બનાવેલી પૌષ્ટિક વાનગીઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. એસો. પ્રોફેસરશ્રીની ટીમ દ્વારા નિરીક્ષણ કરીને જિલ્લા કક્ષાના વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આંગણવાડી કાર્યકર અને હેલ્પરની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવવા માટે માતા યશોદા એવોર્ડ-૨૦૨૨-૨૩ એનાયત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી,શ્રી હસમુખ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા સહિતના ઉપસ્થિત રહયા હતા.પ્રોગ્રામ ઓફિસરશ્રી સુશ્રી વત્સલાબેન દવેએ સ્વાગત પ્રવચન આપ્યું અને ઉપસ્થિત સૌને સમગ્ર કાર્યક્રમ અંગે ટૂંકમાં માહિતી આપી.કાર્યક્રમના અંતે, બાળ વિકાસ યોજના અધિકારીશ્રી, ગીતાબેન વણપરીયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી

રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!