GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી અનુસુચિત જાતિના લોકો ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ ૧.૭૦ લાખની સહાય મેળવી શકશે

MORBI મોરબી અનુસુચિત જાતિના લોકો ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ ૧.૭૦ લાખની સહાય મેળવી શકશે

 

 

ઈચ્છુક ઉમેદવારોએ https://esamajkalyan.gujarat.gov.in ઉપર ઓનલાઇન અરજી કરવી

અનુસુચિત જાતિના લોકોને સરકારશ્રી દ્વારા ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ આવાસ પુરા પાડવામાં આવે છે. ત્યારે વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન આ યોજનાનો લાભ લેવા મોરબી જિલ્લાનાં અનુસુચિત જાતિના લોકોને અનુરોધ કરવામાં આવે છે.
અનુસુચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા હેઠળ જીવતા ઘર વિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસ પુરા પાડવાનો સરકારનો હેતુ છે. જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતાં હોય, તદ્દન કાચું, ઘાસ માટીનું, ઘાસપુળાનું, કુબા ટાઈપનું મકાન જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાન માલિકની સંમતિથી પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે પણ રૂ.૧.૭૦ લાખની સહાય ચાર (૪) હપ્તામાં મળવાપાત્ર છે. જે અન્વયે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેવા અરજદારોએ https://esamajkalyan.gujarat.gov.in ઉપર ઓનલાઇન ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે.
આ પોર્ટલ ઉપર ઉપલબ્ધ માર્ગદર્શક સૂચનાઓ મુજબ જરૂરી સાધનિક કાગળો અરજદારોએ ઓનલાઇન સબમિટ કરવાના રહેશે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી, મોરબી જિલ્લા પંચાયતની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!