દેડિયાપાડામાં સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ-નિવાલ્દા અને મોડલ સ્કૂલ ખાતે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો
તાહિર મેમણ – ડેડીયાપાડા – 30/09/2025 – નર્મદા જીલ્લા ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક અવરનેશ કાર્યક્રમ અંતર્ગત દેડિયાપાડા તાલુકામાં સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ-નિવાલ્દા તેમજ મોડલ સ્કૂલ-દેડિયાપાડા ખાતે શાળાના બાળકો માટે માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક પોલીસ અધિકારીઓએ બાળકોને ટ્રાફિકના નિયમો, ટ્રાફિક સિગ્નલનું મહત્વ, સેફટી ગાર્ડ તથા હેલ્મેટ પહેરવાના ફાયદા, સીટબેલ્ટનો ઉપયોગ અને જાહેર માર્ગ પર ચાલતી વખતે રાખવાની સાવચેતી વિશે સરળ ભાષામાં સમજ આપી હતી. બાળકોને તેમના પરિવારજનો તથા સમાજના અન્ય લોકો સુધી પણ આ સંદેશો પહોંચાડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
તદઉપરાંત, ટ્રાફિક શાખા દ્વારા માર્ગ સલામતી અંગેના પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી બાળકો તેમજ તેમના વાલીઓ માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા પ્રેરિત થાય.