Rajkot: રાજકોટમાં વિવિધ ગરબીઓમાં સુરક્ષા સંબંધિત માર્ગદર્શન પૂરું પાડતી અભયમ્ ટીમ
તા.૩૦/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત સરકારની ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇન, રાજકોટની ટીમે ગત તા. ૨૨થી તા. ૨૯ દરમિયાન નવરાત્રિના તહેવારને અનુલક્ષીને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુ સાથે પોતાની સક્રિય ભૂમિકા ભજવી હતી. નવ દિવસના આ પર્વ દરમિયાન ટીમે શહેરની પ્રાચીન અને અર્વાચીન ગરબીની મુલાકાત લઈને, ગરબા રમવા આવતી નારીઓને સુરક્ષા સંબંધિત અગત્યની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
રાજકોટમાં રેસકોર્ષની ટીમ દ્વારા વેલકમ નવરાત્રી સનાતન પાર્ટી પ્લોટ, રાધા ફાઉન્ડેશન, રામાધણી પાર્ટી પ્લોટ, સહિયર રાસોત્સવ, બામ્બુ બીટ્સ, જૈનમ યુનિટિંગ, રઘુવંશી સાહેલી ગ્રુપ, સુંદરમ્ સીટી ગરબી, નવદુર્ગા ગરબી, ગૌતમનગર ગરબી, બુટભવાની ગરબી, શિવ ગરબી, રાધેશ્યામ ગૌશાળા ગરબી, ગુરુપ્રસાદ ચોક ગરબી, ઓમ શિવાય યુવા ગ્રુપ ગરબી, ખોડિયાર ગરબી આનંદી આશ્રમ, ચામુંડા ગરબી સહિતના સ્થળોએ મહિલાઓને સુરક્ષા અંગે જાગૃત કરાયા હતા.
રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ખોડલધામ સાઉથ ઝોન નવરાત્રી મહોત્સવ, બ્રહ્મક્ષત્રિય મહિલા પ્રગતિ મંડળ, શ્રી જય અંબે આદર્શ ગરબી મંડળ, બુટભવાની ગરબી, નવદુર્ગા ગરબી, રામાપીર ગરબી, સુરેશ્વર મહાદેવ ગરબી, મામા સાહેબ ગરબી, શ્રી રામ ગરબી, શ્રી આશાપુરા ગરબી, જય ખોડિયાર ગરબી અને અંબે ગરબીની મુલાકાત લઈને સ્ત્રીઓને અભયમ્ યોજના અંગે માહિતી આપી હતી.
રાજકોટ તાલુકા પોલીસ મથકની ટીમ દ્વારા એસ.પી.જી. ગ્રુપ, લિયો લાયન્સ ક્લબ, આર્યનગર ગરબી, કિશાનપરા ગરબી, આદર્શ નિવાસી શાળા ગરબી, શ્રી ખોડિયાર ભવાની ગરબી મંડળ, જય ભવાની ગરબી, જય અંબે ભવાની ગરબી, નવદુર્ગા ગરબી, રામ-લક્ષ્મણ-સીતાજી ગરબી, જય અંબે ગરબી મંડળ, શ્રી ખોડિયાર ગરબી, શ્રી આશાપુરા ગરબી મંડળ, મવડી ગામતળ ગરબી, પંચશીલનગર ગરબી, ભગતસિંહ ટાઉનશિપ ગરબી, રાધે નવરાત્રી, બેક બોન સોસાયટી ગરબી સહિતના સ્થળોએ બહેનોને નવરાત્રીની શુભેચ્છા પાઠવી મહિલાલક્ષી યોજનાઓ વિશે જાણકારી આપી હતી.
આ સમગ્ર આયોજન માટે રાજકોટ અભયમના કાન્સિલર શ્રી કૃપાલીબેન ત્રિવેદી, શ્રી તૃપ્તિબેન પટેલ, શ્રી સુમીતાબેન પરમાર, શ્રી બીનાબેન ગોહિલ, શ્રી કાજલબેન પરમાર, શ્રી શીતલબેન સરવૈયા, શ્રી માધવીબેન સરવૈયા, મહિલા કોન્સ્ટેબલ શ્રી જાનકીબેન જોલીયા, શ્રી ઉર્મિલાબેન ક્ટેશિયા, શ્રી શિલ્પાબેન ચાવડા, શ્રી હર્ષાબેન ડાભી, શ્રી રોઝીબેન, શ્રી સંગીતાબેન પંડ્યા, શ્રી ઋત્વિકાબેન રાઠોડ, શ્રી પાયલબેન સહિતનાએ જહેમત ઉઠાવી હતી.