Rajkot: પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ ખાતે વિદાયમાન-બદલી કાર્યક્રમ યોજાયો
તા.૩૦/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ ખાતે વિદાયમાન-બદલી કાર્યક્રમ યોજાયો હતો. જેમા બદલીથી પોરબંદર જઈ રહેલા ઓપરેટર શ્રી સંજયભાઈ રાજ્યગુરુ તેમજ વય નિવૃત્ત થતા પ્યુનશ્રી ભરતભાઇ નિમાવતને વિદાયમાન અપાયુ હતુ.
માહિતી ખાતામાં ૩૮ વર્ષ સુધી ફરજ બજાવનાર ઓપરેટરશ્રી સંજયભાઈ રાજ્યગુરૂની પોરબંદર બદલી થતા વિદાયમાન અપાયુ હતુ. આ ઉપરાંત ૩૪ વર્ષ સુધી પ્યુન કરીકે ફરજ બજાવનાર ભરતભાઇ નિમાવતને વય નિવૃતિ બદલ વિદાયમાન અપાયુ હતુ.
માહિતી ખાતામાં ૩૮ વર્ષથી વધુ સમય સુધી ફરજ બજાવનારા શ્રી સંજયભાઈ રાજ્યગુરુએ નોકરીની શરૂઆત પાટણથી કરી હતી. ત્યારબાદ લીલીયા, સુરેન્દ્રનગર, જુનાગઢ, પોરબંદર, રાજકોટ સહિત જિલ્લામાં ફરજ બજાવી હતી. તેમણે રાષ્ટ્રપતિશ્રી, વડાપ્રધાન શ્રી, રાજ્યપાલ શ્રી, મુખ્યમંત્રી શ્રી સહિત મહાનુભાવશ્રીઓનાં સરકારશ્રીના વિવિધ કાર્યક્રમોમાં ફોટો અને વીડિયોની ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી. આ તકે શ્રી રાજ્યગુરુએ માહિતી ખાતામાં કરેલી કામગીરીના સ્મરણો યાદ કર્યા હતા.
આ ઉપરાંત પ્યુનશ્રી ભરતભાઇ નિમાવતે રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરીમાં ૩૪ વર્ષ સુધી બજાવેલી ફરજનાં સ્મરણો વાગોળ્યા હતા.
રાજકોટ માહિતી પરિવાર દ્વારા પુષ્પગુચ્છ, સાકર પડો, શ્રી ફળ તથા શાલ ઓઢાડીને બન્ને કર્મચારીઓને સન્માનિત કરાયા હતા.
આ તકે માહિતી કચેરીનાં અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ,સ્નેહીજનો તેમજ પરિવારજનોએ ભેટ સોગાદો આપીને નિવૃતિ-બદલી પ્રસંગે શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમ પ્રસંગે બન્ને કર્મચારીઓએ બજાવેલી ફરજને યાદ કરી માહિતી ખાતાના તમામ અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેષભાઈ મોડાસીયા,પૂર્વ સહાયક માહિતી નિયામકશ્રી જગદીશભાઈ સત્યદેવ, સહાયક માહિતી નિયામકશ્રી સોનલબેન જોષીપુરા, શ્રી પ્રિયંકાબેન પરમાર તેમજ અન્ય માહિતી કર્મીઓએ નિવૃત-બદલી થઈ રહેલા બન્ને કર્મચારીઓ સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સહાયક માહિતી નિયામક શ્રી રાધિકાબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું . આ તકે ના.કા.ઈ.શ્રી નિલેશભાઈ વાઘેલા, સહાયક માહિતી નિયામકશ્રી રજાકભાઈ ડેલા તેમજ માહિતી પરિવારનો સ્ટાફ તેમજ બન્ને કર્મચારીશ્રીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતા.