GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી શિક્ષણકુંજ દ્વારા રાજ્યકક્ષાની ઑનલાઈન વાર્તા સ્પર્ધા યોજાઈ

MORBI:મોરબી શિક્ષણકુંજ દ્વારા રાજ્યકક્ષાની ઑનલાઈન વાર્તા સ્પર્ધા યોજાઈ

 

 

શિક્ષણકુંજના સંચાલકો દિનેશભાઈ ચૌહાણ, નરેન્દ્રભાઈ કાલરિયા અને રાજેશભાઈ ડાભી દ્વારા રાજ્યકક્ષાની ઑનલાઈન “મીઠી વાર્તાઓ” વાર્તા સ્પર્ધા સપ્ટેમ્બર – ૨૦૨૫ યોજવામાં આવી હતી. આ વાર્તા સ્પર્ધા બે વિભાગમાં યોજવામાં આવી હતી. વિભાગ : ૧ માં ધોરણ ૫ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને વિભાગ : ૨ માં કૉલેજિયન, શિક્ષકો, અન્ય વ્યવસાય સાથે જોડાયેલ સજ્જનો, ગૃહિણીઓ વગેરેએ ભાગ લીધો હતો. આ વાર્તા સ્પર્ધામાં તા. ૨૫/૦૮/૨૦૨૫ થી તા. ૨૧/૦૯/૨૦૨૫ દરમિયાન ગુગલ ફોર્મના માધ્યમથી ઑનલાઈન વાર્તાઓ મંગાવવામાં આવી હતી. ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તા. ૨૯/૦૯/૨૦૨૫ ના રોજ વાર્તા સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. વિભાગ -૧ માંથી પ્રથમ નંબર બંસી મનીષભાઈ સાવલિયા (તા. જામકંડોરણા, રાજકોટ), દ્વિતીય નંબર ક્રિષ્ના મહેશભાઇ રાણવા (તા. ટંકારા, જિ. મોરબી) અને તૃતીય નંબર નંદની દિવેશભાઈ પરમારે (તા. ભુજ, જિ. કચ્છ) મેળવ્યો હતો. વિભાગ – ૨ માંથી પ્રથમ નંબર રૂબિયાબેન અફઝલખાન સાફી (તા. જામનગર, જિ. જામનગર), દ્વિતીય નંબર તેજલબેન ભોગીલાલ રાણા (તા.કામરેજ, જિ. સુરત) અને
તૃતીય નંબર જયશ્રીબેન બાબુભાઈ પંચાલે (તા. દસ્ક્રોઈ, જિ. અમદાવાદ) મેળવ્યો હતો. વિજેતાઓને ઈનામની રકમ અને ડિજિટલ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ વાર્તા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ડિજિટલ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. શિક્ષણકુંજ દ્વારા દર બે મહિને રાજ્યકક્ષાની ઑનલાઈન સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે અને દ્વિમાસિક ઈ-મેગેઝિન પણ પ્રકાશિત કરવામાં આવે છે. આ ઉપરાંત શિક્ષણકુંજ દ્વારા દરરોજ વ્હોટ્સ એપ ગ્રૂપમાં આજનું પંચાંગ, સુવિચાર, ઉખાણું, અવનવું, મહત્ત્વની ઘટનાઓ, જાણવા જેવું, જનરલ નૉલેજ અને દિન વિશેષ શેર કરવામાં આવે છે. શિક્ષણકુંજ દ્વારા મહત્ત્વના દિવસોએ ઑનલાઈન ઈ-સર્ટિફિકેટ ક્વિઝ યોજવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!