જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના કુલપતિશ્રી ડો.વી.પી. ચોવટિયા ના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી દ્વારા વિકસિત કરવામાં આવેલા બે મહત્વપૂર્ણ બાયોપેસ્ટિસાઇડ્સ ગીર સાવજ બ્યુવેરીયા અને ગીર સાવજ ટ્રાઈકોડર્મા ના પુનઃપ્રારંભની જાહેરાત કરવામાં આવી છે.ગીર સાવજ બ્યુવેરીયા મુખ્યત્વે પાકોમાં જોવા મળતા ચુસીયા અને ઈયળ પ્રકારની જીવાતો માટે તથા ગીર સાવજ ટ્રાઈકોડર્મા જૈવિક ફૂગનાશક કે જે જમીન જન્ય ફૂગથી થતા સુકારા રોગના વ્યવસ્થાપન માટે ઉપયોગી છે.આ બાયોપેસ્ટિસાઇડ્સ ખેડૂતમિત્રોને જૈવિક ખેતી તરફ પ્રેરિત કરી તેમની પાક ઉત્પાદકતામાં વધારો કરવા માટે એક સશક્ત વિકલ્પ પૂરો પાડે છે. ગીર સાવજ બ્યુવેરીયા રૂ. ૧૫૦ પ્રતિ કિલોગ્રામ અને ગીર સાવજ ટ્રાઈકોડર્મા રૂ. ૭૦ પ્રતિ કિલોગ્રામની કિંમતે વેચાશે. ગીર સાવજ બ્યુવેરીયા માટે વેચાણ અને વિતરણ કીટકશાસ્ત્ર વિભાગ, જ્યારે ગીર સાવજ ટ્રાઈકોડર્મા માટે વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતેથી કરવામાં આવેલ છે. આ જૈવિક ઉત્પાદનોનું વીતરણ કરવાનો યુનિવર્સિટીનું મુખ્ય લક્ષ્ય રાસાયણિક નિયંત્રણ પદ્ધતિઓને હટાવી કે ઘટાડીને કુદરતી વિકલ્પો દ્વારા પાક સંરક્ષણને પ્રોત્સાહન આપવાનું છે. કૃષિ સાથે જોડાયેલા તમામ ખેડૂતોને આ બાયોપેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કરીને આરોગ્યદાયક, અર્થક્ષમ અને જૈવિક ખેતી કરવા અપીલ કરવામાં આવે છે
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ