MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana:માળીયાના જસાપર ગામે તસ્કરોએ રહેણાંક મકાનમાં ઘુસી ચોરી કરવાનો પ્રયાસ કર્યો
MALIYA (Miyana:માળીયાના જસાપર ગામે તસ્કરોએ રહેણાંક મકાનમાં ઘુસી ચોરી કરવાનો પ્રયાસ કર્યો
માળીયા મીયાણા તાલુકાના જસાપર ગામે યુવકના રહેણાંક મકાનમાં તસ્કરોએ ઘરમાં ઘૂસી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાથી બે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના જસાપર ગામે રહેતા લાલજીભાઈ નારણભાઈ ડાંગર (ઉ.વ.૨૮) એ આરોપી બે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે બે અજાણ્યા ચોર ઇસમો ફરીયાદીના ઘરમા ચોરી કરવાના ઇરાદે રાત્રીના સમયે પ્રવેશ કરી ઘરના મુખ્ય દરવાજાની લોખંડની જાળી તોડવાનો પ્રયાસ કરી ચોરી કરવાની કોશીષ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૬૨,૩૩૧(૩) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.