JUNAGADHMANGROL

માંગરોળ:બોટમાં ફિશિંગ કરતા એકસ્માતે ડુબી ગયેલ મૃતકના પરિવારને રૂ.7.68 લાખનો ચેક અપૅણ કરાયો.

જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદરની ફિશીંગ બોટમાં માછીમારી દરમિયાન અકસ્માતે દરિયામા પડી ડૂબી ગયેલ ખલાસીના વારસદાર બાળકોને વિમા કંપનીના દ્વારા રૂપિયા 7,68.560ના ચેક વીમા કંપનીના  પ્રતિનિધિ તેમજ ખારવા સમાજ ના  હસ્તે ચેક અપાયો.

જૂનાગઢના માંગરોળ બંદરના રહેવાસી મુળજીભાઈ માવજીભાઈ ખોરવા ની મત્સ્યગંધા નામની ફિશીંગ બોટમાં ખલાસી તરીકે કામ કરતા નવસારી ધારાગીરી ગામના રમેશ ધીરુભાઈ  નાયકા જે તારીખ 25/10/2021 ના બોટમાં સાત ખલાસીઓ સાથે ઓખા દરિયામાં માછીમારી કરવા ગયેલ તે દરમિયાન ખલાસ રમેશ નાયકા અકસ્માતે દરિયામાં પડી ડુબી જતા લાપતા થયેલ હતા.

તયારેથી તેનો મૃતદેહ આજ સુધી મળી આવ્યો નથી બોટ માલીકે ખલાસીનો અકસ્માત વિમો ICICI લોમબાડૅ જનરલ ઈન્યુ કંપનીમા ઉતરાવે હતો ત્યારે નિયમોનુસાર કોઈ વ્યકતી ની લાશ ન મળે તો તેને સાત વષૅ બાદ વિમો મળે  પરંતુ આ કેસમા તમામ તપાસ અને ખાત્રી બાધ ખલાસી  પરિવાર સ્થિતીને ધ્યાને લઈ માનવતાના આધારે વિમાના કંપની દ્વારા ખલાસીની મૃત્યુ વળતર પેટેની પોલસી મંજુર કરતા આજરોજ માંગરોળ ખાતે પોરબંદરથી વિમા કંપનીના પ્રતિનિધિ તેમજ બોટ માલીક અને મૃતક ખલાસીના સસરા ની ઉપસ્થિતિમાં રૂપિયા 7,68,560 વીમા રકમના ચેક મૃતક ખલાસીના બે નાબાલીક બાળકોને માંગરોળ ખારવા સમાજના પટેલ ખોરાવા ના હસ્તે એનાયત કરાયા

——– રિપોર્ટર વસંત અખિયા માંગરોળ —,–

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!