HALOLPANCHMAHAL

હાલોલની વી.એમ શાળા ખાતે વિવેકાનંદ જન્મજયંતી નિમિતે રાષ્ટીય યુવા દિવસ ની ઉજવણી કરાઇ 

તા.૧૩.જાન્યુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

આજ રોજ તા-13/01/2023 ને શુક્રવાર ના રોજ ગોધરા રોડ પર આવેલી વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ(પ્રાથમિક વિભાગ) શાળા માં સ્વામી વિવેકાનંદ જન્મજયંતી નિમિતે (રાષ્ટીય યુવા દિવસ) ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળા ના બાળકો ને સ્વામી વિવેકાનંદ દ્વારા યુવાનોને જાગૃત કરવામાં આવેલા કાર્યો અને તેમનું વિશ્વમાં આપેલું યોગદાન અંગે ની માહિતી આપવામાં આવી તથા શાળા ના બાળકો દ્વારા સ્વામી વિવેકાનંદ ના જીવન પ્રસંગો આધારિત વક્તવ્ય તથા નાટક અને ડાન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ ના અંતે શાળા ના શિક્ષકો દ્વારા સ્વામી વિવેકાનંદ ના જીવન ચરિત્ર આધારિત પ્રસંગો ની માહિતી બાળકો ને આપવામાં આવી હતી.આ કાર્યક્રમ માં મહેમાન તરીકે હાલોલ તાલુકા ના ડેપ્યુટી મામલતદાર જ્યેન્દ્ર ભાઈ દ્વારા બાળકો ને સુંદર વક્તવ્ય આપી પોતાની હાજરી નોંધાવી હતી.તથા શાળા ના આચાર્ય હર્ષાબેન શુક્લ એ આવનાર મહેમાન તેમજ શિક્ષક નો આભાર માની કાર્યક્રમ નો હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!