HALOLPANCHMAHAL

હાલોલના અભેટવા ગામે સન ફાર્મા એકેડેમી ફોર કોમ્યુનિટી એમ્પાવરમેન્ટ દ્વારા વિવિધ પ્રજાલક્ષી વિકાસ તાલીમની શરૂઆત.

તા.૧૭.જાન્યુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

સન ફાર્મા એકેડેમી ફોર કોમ્યુનિટી એમ્પાવરમેન્ટ, હાલોલ તાલુકાના અભેટવા ગામ માં વિવિધ પ્રજાલક્ષી વિકાસ તાલીમની શરૂઆત ડો.અઝદર ખાન દ્વારા કરવામાં આવી હતી.સન ફાર્મા એકેડેમી ફોર કોમ્યુનિટી એમ્પાવરમેન્ટ, અભેટવા એ સન ફાર્મા કંપની દ્વારા લોક વિકાસ માટે ચાલવાતું તાલીમ કેન્દ્ર છે.જે અભેટવા ગ્રામ પંચાયત ના સહયોગથી અભેટવા સમાજ ઘર માં કાર્યરત છે.આ તાલીમ કેન્દ્રનો હેતુ કંપની દ્વારા ચાલવામાં આવતા વિવિધ સી.એસ. આર. પ્રોજેક્ટસ નાં લાભાર્થીઓ તથા ગ્રામજનો નાં સર્વાંગી વિકાસ માટે તાલીમ પૂરી પાડવાનો છે.આ તાલીમ કેન્દ્રમાં ગામની બહેનો,દીકરીઓ, ખેડૂતો ને સમયસર અલગ અલગ વિષયમાં તાલીમ આપવામાં આવશે.તથા વિવિધ શાળાના શિક્ષકો,વિદ્યાર્થીઓ, આંગણવાડી વર્કર, હેલ્થ વર્કર,એનજીઓ સ્ટાફ કે જે સમાજ વિકાસ નાં કાર્યો જોડાયેલા છે તેમની પણ તાલીમ રાખવામાં આવશે. જેને લઇ આજરોજ વિવિધ સ્કૂલના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા ગામના લોકો માટે પ્લાસ્ટીકનો વપરાશ ઘટાડવા તથા રિસાકલિંગ માટેની તાલીમ યોજવામાં આવી હતી.આજના આ કાર્યક્રમમાં સન ફાર્મા દ્વારા નિર્મિત કોમ્યુનિટી ટ્રેનિંગ સેન્ટર, અભેટવા ખાતે સન ફાર્મા કંપની માંથી ડો.અઝદર ખાન, સી.એસ.આર.હેડ બ્રજેશ ચૌધરી, ભદ્રેશ પટેલ, પ્રતીક પંડ્યા તથા અન્ય સી.એસ. આર. ટીમના સભ્યો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!