MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા- નવી ગ્રામ પંચાયત ભવનમાં “ગ્રામસભા” રાખવામા આવી હતી.

ટંકારા ગામે નવી ગ્રામ પંચાયત ભવનમાં “ગ્રામસભા” રાખવામા આવી હતી.


જેમાં ગત ગ્રામ સભા ની કાર્યવાહીને બહાલી આપી હતી, જલ જીવન મિશન કાર્યક્ર્મ અંતર્ગત નલ સે જલ યોજનાની કામગીરી પુર્ણ થયાનો ઠરાવ, વર્ષ ૨૦૨૦/૨૧ અને ૨૦૨૧/૨૨ ના પંદરમા નાણાં પંચ ની પુર્ણ થયેલ કામગીરી નું વાંચન, વર્ષ ૨૦૨૨/૨૩ના પંદરમા નાણાં પંચ ના કામોના આયોજન ને બહાલી, ગામની નવી/જુની આંગળવાડી ને લગતા બ્લોક, કલર, લાઈટ, શૌચાલય જેવા ભૌતિક પ્રશ્નોની ચર્ચા તેમજ સો. ચો. વાર ઘરથાળ ના પ્લોટ માટે secc ડેટા રદ કરી જુની પદ્ધત્તિ મુજબ પ્લોટ ફાળવવાની ગ્રામજનો દ્વારા પ્રબળ માંગ ઉઠી હતી. સામાજીક કાર્યકર ભરતભાઇ સોલંકી દ્વારા ટંકારા ગ્રામ પંચાયત ના વાળા રજીસ્ટર માં તત્કાલીન તલાટી કમ મંત્રી શ્રી દ્વારા ગેરરીતી અને છેડછાડ કરી વાસ્તવીકતા છૂપાવવામાં આવી છે તેના પુરાવા રજુ કરી પગલા ભરવા લાયઝન અધિકારી શ્રી ને રજુઆત કરી હતી.
આ તકે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ મોરબી જિલ્લા માંથી લાયઝન અધિકારી શ્રી રંજન બેન મકવાણા, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, પુરવઠા વિભાગ , ખેતીવાડી વિભાગ, જી ઈ બી વિભાગ, આંગળવાડી વર્કર, આશા વર્કર, રેવન્યુ વિભાગના જવાબદાર વ્યક્તિઓ હજાર રહ્યાં હતાં અને સ્થળ પર જ પ્રશ્નો ના નિકાલ કર્યા હતા.

 


તેમજ આજની “ગ્રામસભા”ના સચિવ શ્રી રમેશભાઈ મકવાણા, ગ્રામસભાના અધ્યક્ષ સરપંચ શ્રી ગોરધન સાહેબ,ઉપસરપંચ શ્રી નિર્મળાબેન હેમંતભાઈ ચાવડા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ભુપતભાઈ ગોધાણી, અગ્રણી શ્રી પંકજભાઈ ત્રિવેદી,ટંકારા ગ્રામ પંચાયત ના સદસ્ય શ્રી ઓ, સામાજીક આગેવાનો, વેપારી શ્રી ઓ, સામાજીક ન્યાય સમિતિ ના ઉપાઘ્યક્ષ હેમંતભાઈ ચાવડા , અરજણભાઇ ઝાંપડા તેમજ બહોળી સંખ્યામાં બહેનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!