BODELICHHOTA UDAIPUR

છોટાઉદેપુર : જેતપુર પાવીના સિહોદ પાસે ઊભેલી ટ્રકમાં બાઈકનો અકસ્માત સર્જાતા બંને બાઈક સવારના મોત

જેતપુર પાવીના સિહોદ પાસે ઊભેલી ટ્રકમાં બાઇકનો અકસ્માત સર્જાતા મોટરસાયકલ યસવાર બંને આદિવાસી યુવાનોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે ટ્રકનો વિલ નીકળી ગયું હોવાની બ્રેક ડાઉન અવસ્થામાં સાંજથી રોડ ઉપર ઉકેલી હતી રાત્રે ૧૦:૩૦ વાગ્યાના અરસામાં મોટી રાસલી ગામના બે યુવાનો હિતેશભાઈ રૂપસિંહ રાઠવા અને કિરણભાઈ ભીમસિંહભાઈ રાઠવા તેમની પલ્સર બાઈક લઈને અત્રેથી નીકળી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હતી ગઈકાલે સાંજે લગભગ પાંચ વાગ્યાના અરસામાં રેતી ભરેલી ટ્રક અશોક લેલન નંબર GJ21W0928 જેતપુર પાવી અને સુષ્કાલની વચ્ચે શિહોદ ગામે જ્યાં નેશનલ હાઇવે નંબર ૫૬ નો વળાંક આવે છે ત્યા ટ્રક નીકળી રહી હતી ત્યારે તેનું આગળનું એક વિલ આખું જ નીકળી ગયું હતું અને ટ્રકને ઝેક પર ચડાવી સ્થળ પર ઊભી રહી હતી આ રસ્તા ઉપર કોઈપણ પ્રકારની આડસ કે પાર્કિંગ લાઈટ ચાલુ કર્યા વિના આ ટ્રક ઉભી રખાય હોવાથી આવતા જતા વાહનોને સ્વભાવિક રીતે અટવાઈ જતા હતા દરમિયાન રાત્રે લગભગ સાડા દસ વાગ્યાના અરસામાં જેતપુર પાવી તાલુકાના મોટી રાત્રે ગામના બે યુવાનો હિતેશભાઈ રૂપસિંહ રાઠવા તેમજ કિરણભાઈ રાઠવા પોતાનું પલ્સર બાઈક નંબર GJ 34f 6554 લઈને બોડેલી થી જેતપુર પાવીની દિશામાં જઈ રહ્યા હતા ત્યારે આ ટ્રકની સાઈડમાં બેટરી લાગે છે એ ભાગે ધડાકાભેર અથડાઈને ટ્રક નીચે બાઇક સહિત બંને યુવાનો ગયા હતા બંને જ માથામાં તથા શરીરમાં અન્ય ભાગમાં થયેલ હતી અકસ્માત ખૂબ જ ગંભીર હતો જેથી બંને યુવાનો હિતેશભાઈ અને કિરણભાઈ રાઠવાનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા છોટાઉદેપુર જેતપુર પાવી પોલીસે અકસ્માત ભાગ બનનાર યુવાન કિરણભાઈ ના પિતા ભીમસિંહભાઈ રાઠવા રહે મોટી રાસલી ની ફરિયાદ નોંધ અકસ્માત મોતનો ભેટનાર બંને યુવાનના મૃત્યુ દેહને પોસ્ટમોર્ટમ કરવા લઈ જવાયા હતા છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પોલીસ સ્ટેશન દ્વારા ટ્રક ચાલક ની વિરોધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!