SINOR

સિમડી ગામે ૭૪ માં તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની રંગેચંગે ઉજવણી કરાઇ

સમગ્ર ભારત ભરમાં આજરોજ ૭૪ માં પ્રજાસત્તાક દિનની ભારે રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે.
ત્યારે વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં પણ પ્રજાસત્તાક દિનની ભારે રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી.
જ્યારે શિનોર તાલુકાના સિમડી પ્રાથમિક શાળાનાં પ્રાતંગણ માં તાલુકા કક્ષાનો ધ્વજ વંદન સમારોહ યોજાયો હતો
જેમાં શિનોર મામલતદાર શ્રી મુકેશ.બી.શાહ નાં વરદહસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નાયબ મામલતદાર આઇ એમ સૈયદ.શિનોર પી એસ આઈ સી.એમ.કાંટેલિયા.તાલુકા વિકાસ અધિકારીશ્રી અલ્પેશ શાહ.શિનોર તાલુકા પંચાયત પ્રમુખ સચિન પટેલ. ઉપ પ્રમુખ નીરૂપાલ સિંહ.સહકારી આગેવાન વિકાસ પટેલ. સીમડી ગ્રામ પંચાયત સરપંચ ઉપ સરપંચ સભ્યો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે મામલતદાર શ્રી એ સમસ્ત દેશ વાસીઓ તેમજ તાલુકાની તમામ જનતાને પ્રજાસત્તાક દિન ની સુભકમનાઓ પાઠવી હતી.
કાર્યક્રમ બાદ પ્રાથમિક શાળાનાં પ્રાતંગણમાં મામલતદાર શ્રી તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

ફૈઝ ખત્રી..શિનોર

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!