HALOLPANCHMAHAL

હાલોલ:કેર હોસ્પીટલ દ્વારા સર્વરોગોનું નિશુલ્ક મેગા હેલ્થ કેમ્પ યોજાયો.

તા.૩૦.જાન્યુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ નગરના વડોદરા રોડ પર આવેલ કેર હોસ્પીટલ ટ્રોમા દ્વારા સર્વરોગોનું નિશુલ્ક મેગા હેલ્થ કેમ્પનું આયોજન પાવાગઢ રોડ પર આવેલ બેઉલ્લલા મેથોડીસ્ટ ચર્ચ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સર્વરોગો જેવા કે બીપીની તપાસ બ્લડ પ્રેશર, ઇ. સી.જી, સુગરની તપાસ,મશીન દ્વારા ઓકસીજન ની તપાસના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ નિશુલ્ક નિદાન કેમ્પ નો લાભ લઈ વિવિધ નિદાન કરાવી નિશુલ્ક સારવાર મેળવી હતી.જ્યારે આ કેમ્પમાં ડો.રાહુલ વસાવા, ડો.ચંદ્રશેખર ચતુર્વેદી, ડો.સિદ્ધાર્થ શાહ,ડો.હિમંત નીસરતા દ્વારા તમામ પ્રકારની તબીબી સેવાઓ નિસ્વાર્થ ભાવે વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી જેમાં ૧૦૦ ઉપરાંત દર્દીઓએ આ કેમ્પ નો લાભ લીધો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!