DANGWAGHAI

વઘઇ તાલુકા પંચાયતનાં બાંધકામનાં એસ.ઓ મહેશભાઈ ચૌહાણનાં રાજમાં ભય વગરનો ભ્રષ્ટાચાર,વિજિલન્સ તપાસની માંગ ઉઠી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકા પંચાયતનાં બાંધકામનાં એસ.ઓ મહેશભાઈ ચૌહાણનાં રાજમાં ભય વગરનાં ભ્રષ્ટાચારની બૂમ ઉઠતા વિજિલન્સ તપાસની માંગ ઉઠી…રાજ્યમાં ડબલ એન્જીનની સરકાર હોવાનાં પગલે છેવાડેનાં ડાંગ જિલ્લાનાં ગતિશીલ વિકાસ માટે વિવિધ યોજનાઓનાં સુખાકારી માટે કરોડોની માતબર ગ્રાંટ ફાળવવામાં આવે છે.ત્યારે ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકા પંચાયતમાં વિવિધ યોજનાઓમાં ભ્રષ્ટાચાર છાપરે ચડીને પોકારી ઉઠ્યો છે.ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકા પંચાયતનાં ભ્રષ્ટાચારી બાંધકામ એસ.ઓ મહેશભાઈ ચૌહાણનાં રાજમાં ભય વગરનો ભ્રષ્ટાચાર થતા વનબંધુઓ માટેની સરકારી યોજનાઓ નિર્થક સાબિત થવા પામી છે.વઘઇ તાલુકા પંચાયતનાં બાંધકામ એસ.ઓ.મહેશભાઈ ચૌહાણ તાલુકા સદસ્યો સહીત સરપંચો પાસે કામોની એમબી લખવા બાબતે 8 ટકા જેટલી ટકાવારી વસૂલી કરી ગજવા ભરતો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.વઘઇ તાલુકા પંચાયતનાં બાંધકામ એસ.ઓ મહેશભાઈ ચૌહાણ સરપંચો સહિત તાલુકાનાં સદસ્યો પાસેથી ઉંચી ટકાવારી લેતા સરકારનાં વિવિધ યોજનાઓનાં કામો સ્થળ પર બોગસ કા તો કાગળ પર દેખાઈ રહ્યા છે.ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચારી એસ.ઓ મહેશભાઈ ચૌહાણનાં લીધે તાલુકા પંચાયતનો વહીવટ ખાડે જવાની સાથે ગામડાઓનો વિકાસ ઘણી દોરી વગરનો થઈ ગયો છે.ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકા પંચાયતનાં બાંધકામ વિભાગનાં એસ.ઓ મહેશભાઈ ચૌહાણનાં સમયમાં થયેલ કામોની વિજિલન્સ વિભાગ તટસ્થ રીતે તપાસ કરે તો કરોડોનું કૌભાંડ બહાર આવશે તેમાં બેમત નથી…

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!