GONDALRAJKOT

૦૫ ફેબ્રુઆરી સંત શિરોમણિ રોહીદાસ બાપાની જન્મજયંતી નિમિત્તે સંતશ્રી દાસી જીવણ સાહેબની જગ્યા, ઘોઘાવદર ખાતે યોજાશે

તા.૩૧ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

૧૧ દંપતિઓના પ્રથમ સમુહ લગ્નોત્સવ

સંતશ્રી દાસી જીવણ સાહેબ સેવાશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દાતાશ્રીઓના સહયોગથી સંત શ્રી દાસીજીવણ સાહેબશ્રી જગ્યાની આયોજક કમીટી દ્વારા સંત શિરોમણિ રોહીદાસ બાપાની જન્મ જયંતીના પાવન દિવસે જરૂરિયાતમંદ ૧૧ દંપતિઓના પ્રથમ સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૦૫ ફેબ્રુઆરી ૨૦૨૩, રવિવારનાં રોજ સાંસદશ્રી રમેશભાઈ ધડુકની વાડી, આટકોટ ગોંડલ રોડ, ઘોઘાવદર મુકામે સવારે યોજાનાર છે. જેમાં સવારે ૮-૦૦ કલાકે સામૈયા, સવારે ૧૦-૦૦ થી ૧૧-૦૦ દાતાશ્રીઓ તથા મહેમાનોનાં સન્માન બાદ સંતો, મહંતો ઉપસ્થિત રહી નવદંપતિઓને આર્શીવચન પાઠવશે.

આ કાર્યક્રમમાં સંતશ્રી ભીમ સાહેબની જગ્યાનાં પરમ પૂજય શ્રી ગુલાબદાસ બાપુ, સંત શ્રી ઉગારામબાપાની જગ્યાનાં પ.પૂ.શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર ગોરધનબાપા, આનંદ આશ્રમ ભોગાવદરનાં પ.પૂ.શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર ડો.નિરંજન રાજયગુરૂ, રામદેવપીર ગાદી, મકકરપરા, બરોડાનાં મહંત શ્રી ગીરીશજી મહારાજ, શ્રી રામદેવપીર ગાદી, હરખોલ, ડાકોરનાં પ.પૂ.શ્રી કાંતિરામ બાપુ અને પૂ.શ્રી રમણબાપુ, અમરેલીના પૂ. શ્રી ભરતગીરી ગુરૂશ્રી સોમલગીરી, ભવનાથ તળેટી, જુનાગઢનાં પ.પૂ.શ્રી નગા ભગત, અલખધણી આશ્રમ વાડાસડાનાં પ.પૂ. વાલદાસ બાપ, અલખધણી આશ્રમ ભંડારીયાનાં પ.પૂ. શ્રી ડાયા ભગત, દાસી જીવણ સાહેબની જગ્યા કચ્છનાં પૂ.શ્રી આણંદદાસ બાપુ, સરસઈ આશ્રમનાં સંતશ્રી રોહિદાસ આશ્રમ, વાઘવિરમ સાહેબની જગ્યાનાં પ.પૂ. શ્રી વિજયબાપુ સહિતના સંતો, મહંતો, મહાનુભાવો ઉપસ્થિત રહી નવદંપતીઓને આર્શીવચન પાઠવશે. મુખ્ય અતિથિ વિશેષ તરીકે સાંસદશ્રી ડો. કિરીટભાઈ સોલંકી, રમેશભાઈ ધડુક, મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્યશ્રી ગીતાબા જાડેજા સહિતના મહાનુભાવો, મેઘવાળ સમાજના અતિથીશ્રીઓ, દાતાશ્રીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવશે.

 

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દાસી જીવણ સાહેબની જગ્યા ઘોઘાવદર પરિવારના મહંતશ્રી મોરારીબાપુ, મહંતશ્રી રોહિતબાપુ, મહંતશ્રી અનિલબાપુ, મહંતશ્રી દિપકરામ, મહંતશ્રી મનુબાપુ, મહંતશ્રી દિપકબાપુ, મહંતશ્રી બળદેવ બાપુ, મહંતશ્રી જયુબાપુ સહિતની આયોજક કમિટી જહેમત ઉઠાવી રહી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!