MORBIMORBI CITY / TALUKO

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આયોજિત ઓપન સૌરાષ્ટ્ર ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરાયું આયોજન કરાય

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આયોજિત ઓપન સૌરાષ્ટ્ર ક્રિકેટ ટુર્નામેન્ટ – ૨૦૨૩ નાં દિલધડક ફાઇનલ મેચ માં જયદિપ ૧૧ ટીમ ચેમ્પિયન

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા ઓપન સૌરાષ્ટ્ર ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન મોરબી – માળિયા હાઇવે ઉપર આવેલ મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ નાગડાવાસ ખાતે કરવામાં આવ્યું હતું તારીખ ૪,૫,૧૧ અને ૧૨ એમ ૪ દિવસ આ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં કુલ ૧૬ ટીમોએ ભાગ લીધો હતો જેમાં રવિવારે તારીખ ૧૨-૦૨-૨૦૨૩ નાં રોજ સવારે ૨ સેમી ફાઇનલ મેચ માં પ્રથમ મેચ બ્રહ્મપૂરી ઇલેવન અને રૂદ્ર ઇલેવન વચ્ચે હતી જેમાં બ્રહ્મપૂરી ઇલેવન વિજેતા થઈ હતી તેમજ બીજી સેમી ફાઇનલ મેચ સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ ઇલેવન અને જયદિપ ઇલેવન વચ્ચે હતી જેમાં જયદિપ ઇલેવન વિજેતા થઈ હતી ત્યારબાદ બપોરે ખુબજ દિલધડક કહી શકાય એવી ફાઇનલ મેચ બ્રહ્મપૂરી ઇલેવન અને જયદિપ ઇલેવન વચ્ચે હતી જેમાં ટુર્નામેન્ટ ચેમ્પિયન જયદિપ ઇલેવન થઈ હતી તેમજ રનરઅપ તરીકે બ્રહ્નપુરી ઇલેવન રહી હતી. સમસ્ત બ્રહ્મસમાજ મોરબી નાં આમંત્રણ ને ખાસ માન આપીને મોરબી જિલ્લા ના પોલીસ વડા  રાહુલ ત્રિપાઠી સાહેબ ખાસ મેચ નિહાળવા માટે હાજર રહ્યા હતા અને એમને ખેલાડીઓને પોતાની આગવી શૈલી માં ખુબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું. ટુર્નામેન્ટનાં ખુબજ સુંદર આયોજનમાં પ્રતિકભાઈ જોષી,દીપેનભાઈ ભટ્ટ,સચિનભાઈ વ્યાસ,ધર્મેન્દ્રભાઈ શુક્લ,આર્યનભાઇ ત્રિવેદી વગેરે એ ખુબ જ જહેમત ઉઠાવી હતી જે સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુક્લ , મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને મહામંત્રી અમુલભાઈ જોષીની યાદી જણાવે છે.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!