AHAVADANG

ABPSSનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવાડીયાનાં અધ્યક્ષ સ્થાને ડાંગ જિલ્લાનાં પત્રકારોની બેઠક યોજાઈ….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇની કિલાદ કેમ્પ સાઈટ ખાતે ABPSSનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવાડીયાનાં અધ્યક્ષ સ્થાને ડાંગ જિલ્લાનાં પત્રકારોની બેઠક યોજાઈ….

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા ડાંગ જિલ્લાનાં પત્રકારોને નિયુક્તિ પત્રો એનાયત કરી પત્રકારોને સંગઠીત બની ઉતકર્ષ સાધવા અનુરોધ કર્યો….પ્રાપ્ત વિગતો અનુસાર અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ આજે દેશભરનાં 20 જેટલા રાજ્યોમાં પત્રકારોની સુરક્ષા સહીત અવાજ ઉઠાવવા માટે સફળ બની છે.આજરોજ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવાડિયાનાં અધ્યક્ષ સ્થાને ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇનાં કિલાદ કેમ્પ સાઈટ ખાતે ડાંગ જિલ્લાનાં પત્રકારોનાં સુરક્ષા કાનૂન માટે બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવાડીયાએ ડાંગ જિલ્લાનાં ઉપસ્થિત વિવિધ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડીયાનાં પત્રકારોને સંબોધતા જણાવ્યુ હતુ કે દેશમાં પત્રકાર આલમ સમાજનો ચોથી જાગીર તરીકે ઓળખાય છે.પરંતુ સમાજને દર્પણ સમાન ન્યાય આપી કાર્ય કરનાર પત્રકારોને સુરક્ષા કે સન્માન મળતુ નથી. જેથી આવનાર દિવસોમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ડાંગ સહીત ગુજરાતનાં પત્રકારોનાં હિત માટે પોતાનો અવાજ બુલંદ બનાવી ન્યાય અપાવવાનાં પ્રયત્નો કરશે.આ બેઠકમાં ડાંગ જિલ્લાનાં પત્રકારોને એક બીજાનાં ટાંટિયા ખેંચ પ્રવૃત્તિથી દુર રહી સંગઠાનાત્મક રીતે આગળ આવી દરેક પત્રકાર સમાન હોવાનું માણી દરેકનાં પડખે ઉભા રહેવા માટે જણાવ્યુ હતુ.આ બેઠકમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ડાંગ જિલ્લાનાં હોદેદારોને ABPSSમાં જોડાવા બદલ નિયુક્તિ પત્રો એનાયત કરાયા હતા.આ પ્રસંગે ડાંગ જિલ્લાનાં નિમાયેલ હોદ્દેદારોમાં પ્રભારી તરીકે શેખર ખેરનાર,જિલ્લા પ્રમુખ તરીકે ગિરીષકુમાર ભોયે,ઉપપ્રમુખ તરીકે કાળુભાઇ ગાડવેની નિમણુંક કરવામાં આવી હતી.તેમજ જિલ્લાની ટીમનાં અન્ય નિમણુક પામેલ હોદ્દેદારોને નિમણુક પત્રો જિલ્લા લેવલે જિલ્લાની ટીમ દ્વારા ચર્ચા વિચારણા કરીને સ્થાનિક લેવલે આપવામાં આવશે.આ પ્રસંગે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જીજ્ઞેશ કાલાવાડીયા, રાષ્ટ્રીય કોષાધ્યક્ષ અને ગુજરાતના કા.અધ્યક્ષ અજયસિંહ પરમાર,રાષ્ટ્રીય કા. સભ્ય બાબુલાલ ચૌધરી,રાષ્ટ્રીય કા. મંત્રી જીતુભાઇ લખતરીયા, રાષ્ટ્રીય કા. સભ્ય સત્યેન્દ્ર મિશ્રા, ગુજરાત પ્રદેશ મહામંત્રી ભાવેશ મુલાણી, ગુજરાત પ્રદેશ મંત્રી શૈલેષ પરમાર ,દક્ષિણ ગુજરાત ઝોન પ્રભારી જ્યોતિન્દ્ર ગોસ્વામી તથા મીડિયા સેલના સમ્રાટ બૌદ્ધ તથા ડાંગ અને નવસારી જિલ્લાનાં પત્રકાર મિત્રોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો…

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!