ARAVALLIMALPUR

માલપુર : દાંતા ટીમ્બા પ્રાથમિક શાળામાં બાળકો ઝાડની નીચે બેસીને અભ્યાસ કરવા મજબુર બન્યા, જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વિડિઓ કર્યો વાયરલ, શાળામાં માત્ર એકજ વર્ગ ખંડ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

માલપુર : દાંતા ટીમ્બા પ્રાથમિક શાળામાં બાળકો ઝાડની નીચે બેસીને અભ્યાસ કરવા મજબુર બન્યા, જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વિડિઓ કર્યો વાયરલ શાળામાં માત્ર એક જ વર્ગ ખંડ

સરકાર કહે છે અને સૂત્ર પણ આપ્યું કે સર્વ શિક્ષા અભિયાન…પણ વાસ્તવિકતા શું છે તે જોયું ખરું..?જયારે બાળકો ને ભણવા માટે પૂરતી સુવિધા જ નથી તો કઈ રીતે ભણશે બાળકો શું ઉનાળામાં સમયે પણ ઝાડ નીચે બેસીને અભ્યાસ કરશે બાળકો..? કે પછી ખુલ્લી જગ્યા એ બેસીને અભ્યાસ કરશે બાળકો..? ત્યારે ભલે સરકાર પોતાના પ્રગતિની વાત કરતી હોય પણ જયારે જ્યાં પરિસ્થિતિ જેવી ને તેવી રહે છે તેનું શું..? તેવા સવાલો મજબુર કરે છે અને કહે છે કે હવે તો જાગો ત્યારે વાત કરવામાં આવે તો માલપુર તાલુકામા આવેલ દાંતા ટીમ્બા પ્રાથમિક શાળામાં બાળકો હાલ ઝાડ નીચે બેસીને અભ્યાસ કરવા મજબુર બન્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર આ શાળા કુલ 1થી 5 ધોરણ સુધી ચાલતી પ્રાથમિક શાળા છે.અને માત્ર ત્યાં બે જ શિક્ષકો હાલ ફરજ બજાવી રહ્યા છે પરંતુ આ શાળામાં હાલ માત્ર એક જ વર્ગ ખંડ છે અને જેમાં માત્ર પહેલું અને બીજું ધોરણ બેસી અભ્યાસ કરે છે ત્યારે ત્રીજું, ચોથું અને પાચમુ ધોરણ જે ખુલ્લી જગ્યામાં ઝાડ નીચે બેસી અભ્યાસ કરે છે તો કેટલીક વાર ગામમાં ઘરે બેસીને પણ કેટલીક વાર અભ્યાસ કરવા મજબુર બનવું પડયું છે જેનું કારણ છે શાળામાં મંજુર થેયેલ રૂમ પહેલા શાળામાં ચાર રૂમ હતા પરંતુ નવીન રૂમો મન્જુર થતા ત્રણ રૂમો પાડી દેવામાં આવ્યાં છે અને તે રૂમો પાડ્યા આશરે દોઢ વર્ષથી પણ વધુ સમય થવા આવ્યો છતાં હજુ સુધી નવીન વર્ગ ખંડ ઉભા નથી થયા જેના કારણે ગામના લોકોમાં રોષ જોવા મળ્યો હતો વધુમાં ગામના જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે આ બાબતે ઘણી વાર રજૂઆત કરવામાં આવી પણ નવીન વર્ગ ખન્ડો કેમ નથી બનતા જે મંજુર હોવા છતા તંત્ર દ્વારા આવી લાલિયાવાડી જોવા મળી રહી છે તે ખરે ખર બાળકોના ભાવિ સાથે ચેડા થઇ રહ્યા છે તેમ જણાવ્યું હતું. ત્યારે આ બાબતે તંત્ર જાગે અને ઝડપથી નવીન રૂમો બનાવે તેવી માંગ સેવાઈ રહી છે ત્યારે શાળામાં ઝાડની નીચે અભ્યાસ કરતા બાળકો નો વિડીયો જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!