NAVSARI

ચાપલધરા ખાતે શ્રી મનોકામેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી

વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ

વાંસદા તાલુકાના ચાપલધરા ખાતે આવેલ શ્રી મનોકામેશ્વર મહાદેવ મંદિર કે જે ચાપલધરા ના ડોળિયા ફળીયા માં આવેલ છે અને વર્ષો થી ગામ લોકો અને આજુ બાજુ ના ગામ ના લોકો માટે એક આસ્થા નું પ્રતીક બની ગયું છે.
જ્યાં મંદિરની સ્થાપના ૨/૩/૨૦૧૧ ના રોજ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી. ત્યારથી લઈ હાલ આજ સુધી ના રોજ પ્રાટોત્સવ અને મહાશિવરાત્રી ની ઉજવણી કરવામાં આવે છે.આ મંદિરે ફળિયા અને ગામ અને આજુબાજુના વિસ્તાર માંથી અનેક વિવિધ પ્રકારના ભાવિક ભક્તો પોતાની આસ્થા અને મનોકામના લઈને શ્રી મનોકામેશ્વર મહાદેવ મંદિર ખાતે આવે છે. જે દરેકની મનોકામના પરિપૂર્ણ થતી હોય એમ આમ લોકો નું કેહવું છે. જ્યારે દીન પ્રતિદિન લોકોની અવર જવર આ મંદિર ખાતે વધતી નજરે પડી રહી છે. જ્યારે સ્થાનિક કક્ષાએ થી લોકોનું સુચારુ અને કાચ જેવા સ્પષ્ટ વહીવટ ના કારણે આર્થિક ભંડોળ અને દાન દાતા ઓ દ્વારા દાન નો અવિરત પ્રવાહ મંદિર તરફ આવતો રહે છે. આ ફળિયાનું યુવા સંગઠન મંદિરે પ્રત્યે ખુબજ શ્રધ્ધા અને આસ્થા થી વલેરું હોય તો મંદિરે સતત વિકાસ થતો રહે છે. આજની શિવરાત્રી નિમિતે પણ ઘી કમળમા બનેલી શિવપાર્વતી ની મૂર્તિ અને શિવલિંગ દૃશ્યમાન એ એક અલગ જ નજારો જોઈ શકાય છે.

બોક્સ.૧
શ્રી મનોકામેશ્વર મહાદેવ મંદિર દર વર્ષે શિવરાત્રી નું આયોજન કરવામાં આવે છે અને આજુ બાજુ ના ગામ અને ફળિયા ના ભાવિક ભક્તો પોતાની આસ્થા અને શ્રદ્ધાથી અહીં લાભ લેવાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. જેનો આનંદ અમારા દરેક ફળિયા ના ભાઈઓ અને મંદિર નાં કાર્યકરો ને છે.
ચેતનસિંહ રાઠોડ, સ્થાનીક યુવા અગ્રણી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!