AHAVADANG

આહવા ખાતે નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતમા નારી સંમેલન યોજાયુ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગડાંગ જિલ્લામા દહેજ પ્રથા નહીવત – શ્રી વિજયભાઈ પટેલ ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર, ડાંગના સંયુક્ત ઉપક્રમે ડાંગ જિલ્લા આઈ. સી. ડી. એસ દ્વારા આહવાના ડાંગ દરબાર હોલ ખાતે નારી સંમેલન-2023 યોજવામા આવ્યું હતું.

મહિલાઓમા નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપવા માટે નારી સંમેલન કાર્યક્રમ આયોજિત કરવામા આવ્યો હતો.

આ પ્રંસગે કાર્યક્રમના અધ્યક્ષ નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, ડાંગ જિલ્લાની મહિલાઓએ દૂધ મંડળીઓથી શ્વેતક્રાંતિ તરફ પ્રયાણ કર્યા છે. સ્વ સહાય જૂથોના માધ્યમથી સખી મંડળો શરૂ કર્યા, તેમજ પગભર બનવા માટે FPO ની કામગીરી પણ શરૂ કરી છે.

ડાંગ જિલ્લાની મહિલાઓ દરેક ક્ષેત્રમા આગળ વધે તે માટે સરકારી યોજનાઓનો લાભ લેવા માટે શ્રી વિજયભાઈ પટેલે અપીલ કરી હતી. ગ્રામ્ય કક્ષાની બહેનોમા જાગૃતી ફેલાવા માટે પણ આહવાન કર્યું હતુ. તેમણે વ્હાલી દીકરી યોજના અંગેની સમજ આપી આ યોજનાનો લાભ લેવા જણાવ્યુ હતુ. સાથે જ તેમણે જણાવ્યુ હતુ કે, ડાંગ જિલ્લામા દહેજ પ્રથા નહીવત છે.

જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિભાગના અધ્યક્ષ શ્રીમતી શારુબેને જણાવ્યુ હતુ કે, નારી શક્તિનો યોગ્ય રીતના વિકાસ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામા આવી રહ્યા છે. સરકાર દ્વારા મહિલાઓને 50% અનામતની જોગવાઈ કરવામા આવી છે. સાથે જ શિક્ષણ, રમત ગમત, કલા સંસ્કુતિ વગેરે દરેક ક્ષેત્રમા મહિલાઓ આર્થિક, સામાજિક સદ્ધર બને તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ લાગુ કરવામા આવેલ છે.

નારી સંમેલન કાર્યક્રમમા ડાંગ જિલ્લા કલેક્ટરશ્રી ડો. વિપિન ગર્ગ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી મધુભાઈ, આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કમળાબેન રાઉત, આઈ. સી. ડી. એસ. અધ્યક્ષા, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી તેમજ મોટી સંખ્યામા આંગણવાડી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!