વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ જિલ્લા રોજગાર અધિકારી આહવા તરફથી મળતી માહિતી મુજબ જિલ્લા રોજગાર કચેરી દ્વારા ડાંગ જિલ્લાના રોજગાર વાંચ્છુ ઉમેદવારોને નોકરી મળે તે હેતુથી અનેક પ્રયત્નો કરવામા આવે છે. હાલમા ભારતીય લશ્કરમા અગ્નીવીર ભરતી અંગેની જાહેરાત આવેલ છે. આ માટેની ઓનલાઇન ફોર્મ ભરવાની તા.૧૬ફેબ્રુઆરી-૨૦૨૩ થી ૧૫ માર્ચ-૨૦૨૩ દરમ્યાન છે, જેમાં વય મર્યાદા ૧૭.૦૫ થી ૨૧ વર્ષ સુધીના ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. ભરતી પ્રક્રિયાની ઓનલાઇન અરજી માટે વેબસાઇટ www.joinindianarmy.nic.in પર ફોર્મ ભરવા જણાવેલ છે. ઓનલાઇન ફોર્મ ભર્યાની રસીદ જિલ્લા રોજગાર કચેરી આહવા ખાતે જમા કરવા માટે જણાવાયુ છે.
અગ્નીવીર ભરતીમા જનરલ ડ્યુટી, ટેકનિકલ ટ્રેડ, ક્લાર્ક/ સ્ટોર કીપર, ટ્રેડસમેન વગેરે માટે ભરતી પ્રક્રિયા થનાર છે. જેમા લાયકાત ધોરણ 08 થી 12 પાસ, ઉમર ૧૭.૫ થી ૨૧, છાતી ૭૭ (+ ૫ સે.મી ), તેમજ ઉચાઇ ૧૬૮ લાયકાત જણાવેલ છે.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.