MORBI

વાંકાનેર તાલુકાની કાનપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરી

વૈજ્ઞાનિક શ્રી સી.વી. રામન ની શોધ “રામન ઇફેક્ટ”ની યાદમાં આજના દિવસને “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવાનું ભારત સરકારે નક્કી કરેલ છે, તેને અંતર્ગત શ્રી કાનપર પ્રાથમિક શાળા, તા.:- વાકાનેર, જિ.:- મોરબી ખાતે આજ રોજ “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસમાં આવતા તમામ પ્રયોગો તથા વિજ્ઞાનની અનેક કૃતિઓ સાથે નું પ્રદર્શન યોજવામાં આવ્યું . જેમાં વિવિધ પ્રયોગો જેવા કે પાણીની ઘનતા, સૌરમંડળ, કંકાલતંત્ર, બાષ્પોત્સર્જન ,ઉષ્માનું વહન, ચુંબકના ગુણધર્મો, વિદ્યુત જનરેટર રચના ,ઈલેક્ટ્રીક ઘંટડી, કેશાકર્ષણનો નિયમ, પૃથ્વીનું પરિભ્રમણ, સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ, વિવિધ પ્રકારના અરીસાઓ અને લેન્સના ઉપયોગો, નાઇટ્રોજન – હાઈડ્રોજન -ઓક્સિજન વાયુઓની બનાવટ, હૃદય ની રચના, જળચક્ર, થ્રીડી પ્રિન્ટર વગેરે તથા અન્ય નાના નાના અભ્યાસમાં આવતા પ્રયોગો રજૂ કરવામાં આવ્યા.


જેમાં બાળકોએ ગ્રામજનોને વિજ્ઞાનના સિદ્ધાંતો, વિવિધ કૃતિઓની રચના વિશેની ઊંડાણપૂર્વકની સમજ આપી.
આ પ્રદશૅન નિહાળવા વાલીશ્રીઓ, એસ.એમ.સી. સભ્યો અને ગ્રામ પંચાયતના સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આજના કાર્યક્રમના અંતે દરેક બાળકોને ઇનામ આપી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.
આમ આજ રોજ શ્રી કાનપર પ્રાથમિક શાળાના બાળકોએ વિજ્ઞાન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી હતી .આજના દિવસે સમગ્ર શાળા પરિવાર અને ગણિત વિજ્ઞાનના શિક્ષક શ્રી અશરફરજા એ. શેરસીયા સાહેબે આ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!