JUNAGADHJUNAGADH CITY / TALUKO

બહાઉદ્દીન વિનયન કોલેજના વિદ્યાર્થીઓએ પંચ પ્રકલ્પ અંતર્ગત પ્રાકૃતિક ખેતરની મુલાકાત લીધી

બહાઉદ્દીન વિનયન કોલેજના વિદ્યાર્થીઓએ પંચ પ્રકલ્પ અંતર્ગત પ્રાકૃતિક ખેતરની મુલાકાત લીધી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લાની બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજના વિદ્યાર્થીઓ એ પંચ પ્રકલ્પ અંતર્ગત વડાલ ગામ ખાતે પ્રાકૃતિક ખેતરની મુલાકાત લીધી હતી.
બહાઉદીન કોલેજના અંદાજે ૪૦ જેટલા વિદ્યાર્થીઓએ વડાલ સ્થિત હિતેશભાઈ દોમડીયાના પ્રાકૃતિક ખેતરની મુલાકાત લીધી હતી. જેમાં જીવામૃત, ઘનજીવામૃત વગેરે ખાતર વિશે, પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ વિશે તેમજ પ્રાકૃતિક ખેતી થી થયેલ ઉત્પાદનના મૂલ્યવર્ધન વિશે પ્રત્યક્ષ જાણકારી મેળવી હતી.
હિતેશભાઈ દોમડીયા તેમજ રમેશભાઈ સાવલિયા દ્વારા વિદ્યાર્થીઓને ઘણી જ રસપ્રદ તથા ઉપયોગી માહિતી આપવામાં આવી હતી. આ મુલાકાતનું આયોજન પંચ પ્રકલ્પ કોર્ડીનેટર ડો. હાર્દિક રાજ્યગુરુ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આચાર્યશ્રી ડો. પી.વી. બારસિયા અને અન્ય અધ્યાપકો એ હાજરી આપી વિદ્યાર્થીઓને ઉત્સાહ વધાર્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!