JETPURRAJKOT

ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા “ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી” વિષયક જાગૃતિલક્ષી કાર્યક્રમ યોજાયો

તા.૩ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના સંયુક્ત નિયામક શ્રી એચ. એસ. પટેલના અધ્યક્ષસ્થાને મેટોડા જી.આઇ.ડી.સી.ના ગોપાલ સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડ ખાતે શ્રમયોગીઓ માટે “ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી” વિષયક જાગૃતિલક્ષી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જી.આઇ.ડી.સી.ના શ્રમિકો સામેલ થયા હતા.

આ કાર્યક્રમમાં રેડ ક્રોસના ફર્સ્ટ-એઈડ ટ્રેનર શ્રી રહીમ દલ દ્વારા શ્રમિકોને કારખાનામાં પ્રાથમિક સારવારને લગતી બાબતો તેમજ કોઈપણ અકસ્માત થાય ત્યારે તુરંત કેવા પગલાં લેવા? સ્થળ પર જ પ્રાથમિક સારવાર કેવી રીતે આપી શકાય તે વિશે માહિતી આપવામાં આવી હતી. પ્રાથમિક સારવારની તાલીમ દરમ્યાન વિવિધ પદ્ધતિઓનું નિદર્શન અને સી.પી.આર પદ્ધતિ તથા એ.બી.સી કાર્યપ્રણાલિ વિશે પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવી હતી.

આ તાલીમમાં ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થ વિભાગના અધિકારીઓ શ્રી બી.પી.પંચાસરા, શ્રી વી.પી.પરડવા, તેમજ સર્જન ડો. ઝાલાવડિયા ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!